કર-નાટક : બળવાખોર ધારાસભ્યોને મનાવવા કુમારસ્વામીનો મોટો દાવ, સમગ્ર કેબિનેટનું રાજીનામું

કર્ણાટકના અપક્ષ ધારાસભ્ય નાગેશનું મંત્રીપદથી રાજીનામું, કહ્યુ- ભાજપને સપોર્ટ કરીશ

કર્ણાટકના અપક્ષ ધારાસભ્ય નાગેશનું મંત્રીપદથી રાજીનામું, કહ્યુ- ભાજપને સપોર્ટ કરીશ

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : કર્ણાટકમાં 13 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજકીય સંકટ વધુ પ્રબળ બની રહ્યું છે. 13 મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવવા માટે કોંગ્રેસ-જેડીએસે નવો રાજકીય દાવ રમ્યો છે. ગઠબંધન સરકારમાં કોંગ્રેસના તમામ 21 મંત્રીઓએ રાજીનામા આપી દીધા. તેના થોડા સમય બાદ જેડીએસના મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા. હવે નવેસરીથ કેબિનેટની રચના થશે.

    કર્ણાટકમાં ધારાસભ્યના રાજીનામાઓથી ભાજપમાં સરકાર રચવાની આશાઓ ઊભી થઈ છે. સોમવારે એક માત્ર અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું. તેઓએ પોતાનું રાજીનામું રાજ્યપાલ વજુભાઈ વાળાને આપી દીધું છે તેના કારણે સરકાર સંકટમાં આવી ગઈ છે. અપક્ષ ધારાસભ્યએ ભાજપને સમર્થન આપવાની પણ વાત કહી છે.

    આ દરમિયાન મુખ્યમંત્રી કુમારસ્વામી સરકારને લઈ ચિંતામુક્ત જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, મને કોઈ ટેન્શન નથી. તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. હવે નવેસરથી કેબિનેટની રચના થશે. અમે હાલની સમસ્યાને ટૂંક સમયમાં દૂર કરીશું. કોંગ્રેસ-જેડીએસ સરકાર યોગ્ય રીતે ચાલતી રહેશે.

    બીજી બાજુ, કોંગ્રેસ કોટાના તમામ મંત્રીઓએ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સાથોસાથ કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વરે પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

    કર્ણાટકમાં કોંગ્રેસની સરકારથી સમર્થન પરત લેનારા અપક્ષ ધારાસભ્ય નાગેશે ભાજપને સમર્થન આપ્યું છે. તેને લઈએ તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખ્યો છે.

    બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવા માટે મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ ઇન્ચાર્જ કેસી વેણુગોપાલ, જી પરમેશ્વર અને એમબી પાટિલે સતત અનેક બેઠકો કોર. તેમાં નિર્ણય લેવાયો કે બળવાખોરને મંત્રી પદ આપીને મનાવવામાં આવે. આ નેતા સતત એચડી દેવગૌડાના સંપર્કમાં પણ રહ્યા. પરંતુ, બળવાખોર ધારાસભ્યોને મંત્રી પદ લેવાનો ઇનકાર કરતાં ગઠબંધનને કોઈ નવો રસ્તો શોધવો પડશે. આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દાવાને ફગાવતાં સિનીયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોટાભાગના બળવાખોર ધારાસભ્ય પોતે મુંબઈ નથી ગયા. તેમાંથી કેટલાક અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને પરત ફરશે.

    આ ચાર ધારાસભ્યોને મનાવવા પર વધુ ભાર

    સૂત્રો મુજબ, તમામ બળવાખોરને મનાવવાના બદલે ગઠબંધનના નેતા બેંગલુરુના ચાર ધારાસભ્યો (એસ ટી સોમશેખર, બ્યાર્તી બાસવારજુ, એન મુનિરત્ના અને રામલિંગા રેડ્ડી)ને મનાવવા પર ધ્યાન આપી રહ્યા છે.

    બીજી તરફ, રાજ્યના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના સિનીયર નેતા ડી કે શિવકુમારે કહ્યું છે કે સરકાર બચાવવા માટે તેઓ પોતે પણ મંત્રી પદથી રાજીનામું આપવા તૈયાર છે. હવે વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ પર સૌની નજર છે, જેઓ મંગળવારે આ ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેશે.

    આ પણ વાંચો, હવે રાજનીતિ કરશે સપના ચૌધરી, ભાજપમાં થઈ સામેલ
    Published by:Mrunal Bhojak
    First published: