ભાજપના મંત્રીનો દાવો: બે દિવસમાં પડી જશે કર્ણાટકની કુમારસ્વામી સરકાર

News18 Gujarati
Updated: January 16, 2019, 10:52 AM IST
ભાજપના મંત્રીનો દાવો: બે દિવસમાં પડી જશે કર્ણાટકની કુમારસ્વામી સરકાર
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી (ફાઇલ ફોટો)

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પરત લીધા બાદ મહારાષ્ટ્રના ભાજપના એક મંત્રીએ દાવો કર્યો છે કે કુમારસ્વામીની સરકાર બે દિવસમાં પડી જશે. જળ સંરક્ષણ, પ્રોટોકોલ એન ઓબીસી મંત્રી રામ શિંદેએ આ ટિપ્પણી કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે કરી છે. તેમણે કહ્યું કે, કર્ણાટકની જનતાએ (2018માં) ભાજપના સમર્થનમાં જનાદેશ આપ્યો હતો, પરંતુ અમે સરકાર રચવાથી કેટલાક અંકોથી પાછળ રહી ગયા. જોકે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અસ્થિર છે, એવામાં સંકેત છે કે કુમારસ્વામી સરકાર બે દિવસમાં પડી જશે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો એક આલીશાન હોટલમાં રહી રહ્યા છે. આ હોટલમાં મીડિયાકર્મીઓને ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ત્યારબાદ ફાઇવસ્ટાર હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે., હોટલમાં બે અપક્ષ અને કથિત રીતે કોંગ્રેસના ચાર ધારાસભ્ય રોકાયા છે.

આ પણ વાંચો, કર્ણાટક: બે ધારાસભ્યોએ કોંગ્રેસ-જેડીએસ સરકારને આપેલું સમર્થન પરત લીધું

મુંબઈની એક હોટલમાં હાજર બે ધારાસભ્યો એચ નાગેશ (અપક્ષ) અને આર શંકર (કેપીજેપી)એ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર લખી પોતાનું સમર્થન તાત્કાલીક અસરથી પરત લેવાના નિર્ણયની જાણ કરી હતી. આ પત્રએ રાજકીય ચર્ચાઓને વેગ આપી દીધું છે.
First published: January 16, 2019, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading