લૉકડાઉનમાં ફસાયો હતો દીકરો, મુસ્લિમ પડોશીઓએ કર્યા હિન્દુના અંતિમ સંસ્કાર

News18 Gujarati
Updated: May 14, 2020, 8:57 AM IST
લૉકડાઉનમાં ફસાયો હતો દીકરો, મુસ્લિમ પડોશીઓએ કર્યા હિન્દુના અંતિમ સંસ્કાર
મુસ્લિમ પડોશીએ મળીને સમગ્ર હિન્દુ વિધિ સાથે અંતિમ સંસ્કાર કર્યા. (વીડિયો ગ્રેબ)

10 મુસ્લિમ યુવકોએ અંતિમ સંસ્કારની તમામ જવાબદારી ઉપાડી લીધી, મૃતકના પરિવારને આર્થિક મદદ પણ કરી

  • Share this:
બેંગલુરુઃ કોરોના વાયરસ (Coronavirus) લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ની સાથે જ ઇમોશનલ ડિસ્ટન્સિંગ પણ વધી રહ્યું છે. પરંતુ અનેક એવા લોકો છે જે આ મહામારીમાં પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. કર્ણાટક (Karnataka)ના તુમુકુરુમાં એક આવો જ કેસ સામે આવ્યો છે. અહીં 60 વર્ષીય એક વૃદ્ધનું મોત થઈ ગયું, પરંતુ લૉકડાઉનમાં પરિવારના સભ્યો અંતિમ સંસ્કારમાં ન આવી શક્યા. એવામાં વૃદ્ધને મુસ્લિમ પડોશીઓએ મળીને સંપૂર્ણ હિન્દુ વિધિ સાથે અંતિમ સંસ્કાર કર્યા.

અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ, આ મામલો તુમકુરુની કેએચબી કોલોનીનો છે. અહીં કોરોના સંક્રમણનો એક કેસ મળ્યા બાદ કોલોની સીલ કરી દેવામાં આવી છે. આ કોલોનીમાં રહેતાં વ્યવસાયે દરજી નારાયણ રાવ (60 વર્ષ)નું મંગળવાર રાત્રે મોત થયું, તેમને ડાયાબિટિસ અને બ્લડ પ્રેશર હતું. કોરોનાના કારણે કોલોની સીલ હતી અને લૉકડાઉનના કારણે પરિવારના સભ્યો પણ પહોંચી શક્યા નહીં. એવામાં મદદ માટે 10 મુસ્લિમ યુવકો આગળ આવ્યા.

આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!

મોહમ્મદ ખાલિદ જણાવે છે કે, મારા દોસ્ત પુનીત રાવના પિતા નારાયણ રાવનું મોત થયું છે. તેની જાણ થતાં જ બાકી દોસ્તો સાથે તેમના ઘરે પહોંચ્યો. ઘરમાં મૃતકના નાના ભાઈ, બે મહિલાઓ અને ભત્રીજો હતા. અમે તેમને સંપૂર્ણ વિધિથી અંતિમ સંસ્કાર કરવાનો ભરોસો અપાવ્યો.

ખાલિદે વધુમાં જણાવ્યું કે, મારા દોસ્ત ઈમરાને પરિવારને આર્થિમ મદદ તરીકે 5000 રૂપિયા આપ્યા. જોકે મૃતકનો પરિવાર કોરોના વાયરસના ડરથી અંતિમ સંસ્કાર નહોતા કરવા માંગતા. અમે તેમને સ્માન ઘાટ જવા માટે કહ્યું, ત્યારબાદ પણ પરિવારે સ્મશાન ઘાટ જવાની તૈયારી ન દર્શાવી. અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કર્યા બાદ અમે શબને એમ્બયૂલન્સમાં લઈને સ્મશાન ઘાટ પહોંચ્યા. ત્યાં હિન્દુ વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ પણ વાંચો, ઉન્નાવમાં 1000 ટન સોનાના ખજાનાનો દાવો કરનારા સંત શોભન સરકારનું નિધન
First published: May 14, 2020, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading