Home /News /national-international /

જવાનીમાં અલગ થઇ ગયા હતા પ્રેમી યુગલ, હવે 35 વર્ષ પછી કર્યા લગ્ન, ઘણી દર્દભરી છે આ કહાની

જવાનીમાં અલગ થઇ ગયા હતા પ્રેમી યુગલ, હવે 35 વર્ષ પછી કર્યા લગ્ન, ઘણી દર્દભરી છે આ કહાની

કર્ણાટકના (karnataka)હાસન જિલ્લામાં (Hassan district)એક એવા પ્રેમી યુગલે (Couple) લગ્ન કર્યા છે જે 35 વર્ષ પહેલા પરિવારના વિરોધના કારણે એક થઇ શક્યા ન હતા (તસવીર - News18)

Karnataka news - 35 વર્ષ પહેલા પરિવારના વિરોધના કારણે એક થઇ શક્યા ન હતા

    બેંગલુર : કર્ણાટકના (karnataka)હાસન જિલ્લામાં (Hassan district)એક એવા પ્રેમી યુગલે (Couple) લગ્ન કર્યા છે જે 35 વર્ષ પહેલા પરિવારના વિરોધના કારણે એક થઇ શક્યા ન હતા. જિલ્લાના દેવરમુડ્ડાનહલી ગામમાં ચિકન્ના નામના વ્યક્તિએ જયમ્મા સાથે લગ્ન કર્યા છે. બન્ને લોકો એક જ ગામમાં મોટા થયા હતા અને પ્રેમમાં પડ્યા હતા. બન્ને પરિવારો એકબીજાને ઘણી સારી રીતે જાણતા હતા. જોકે જયમ્માના માતા-પિતા લગ્ન માટે રાજી થયા ન હતા. તે સમયે ચિકન્ના મજૂરનું કામ કરતો હતો.

    આ પછી જયમ્માના લગ્ન માતા-પિતાએ પોતાની ઇચ્છાથી કરી નાખ્યા હતા. જયમ્માના લગ્ન તે જ ગામમાં થયા હતા. જયમ્માના લગ્ન બીજા સાથે થતા દુખના કારણે ચિકન્નાએ ગામ છોડી દીધું હતું. તે મૈસુર પાસે મેતાગલ્લી ગામમાં જઈને રહેવા લાગ્યો હતો. ત્યાં પણ ચિકન્ના મજૂર તરીકે કામ કરતો રહ્યો હતો. ચિકમ્માએ જયમ્માના પ્રેમમાં લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ દરમિયાન ક્યારેય બન્નેની મુલાકાત થઇ ન હતી.

    આ પણ વાંચો - ભારતનું એવું ગામ જ્યાં પોલીસની એન્ટ્રી પર છે પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલ માટે પરફેક્ટ સ્થળ

    ચિકન્ના વચ્ચે-વચ્ચે જયમ્મા વિશે સંબંધીઓ દ્વારા જાણકારી મેળવતો હતો. જયમ્માને એક પુત્ર થયો હતો અને તે પત્ની તરીકે પોતાની જવાબદારી નિભાવી રહી હતી. જોકે કેટલાક વર્ષો પછી જયમ્માને તેના પતિએ છોડી દીધો હતો અને ઘરેથી બહાર કાઢી મુકી હતી. જ્યારે ચિકન્નાને તેની જાણકારી થઇ તો તેમણે જયમ્મા સાથે સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. આ રીતે જૂનો પ્રેમીઓને પોતાનો પ્રેમ પાછો મળ્યો હતો. બન્નેએ લગ્ન કરવાનો પણ નિર્ણય કર્યો હતો.

    હવે જીવનના અંત સુધી સાથે રહીશું

    ચિકન્ના કહે છે કે હું દરેક સમયે તેના વિશે વિચારતો હતો. કોઇ કારણે અમે તે સમયે લગ્ન કરી શક્યા ન હતા. જોકે હવે અમે જીવનના અંત સુધી સાથે રહેવાની કસમ ખાધી છે. આખરે અમે જીવનના અંતિમ વર્ષો સુધી એકબીજા સાથે રહી શકીશું. અમે આ જ સપના જોતા હતા.

    આ પણ વાંચો - OMG! કપડાંની જેમ પતિ બદલે છે મહિલા , 11 વખત કર્યા છે લગ્ન, હજુ પણ છે વરરાજાની શોધમાં

    જયમ્માના પુત્રને નથી જાણકારી

    જયમ્માનો પુત્ર હવે 25 વર્ષનો છે. તે મૈસુરના સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તે પોતાના માતાના લગ્નથી અજાણ છે. ચિકન્નાએ જયમ્માના પુત્રને પોતાનો પુત્ર માની લીધો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Karnataka news, કર્ણાટક

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन