કર્ણાટકઃ રોડ અકસ્માતમાં કોંગ્રેસના તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્યનું મોત

News18 Gujarati
Updated: May 28, 2018, 10:53 AM IST
કર્ણાટકઃ રોડ અકસ્માતમાં કોંગ્રેસના તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્યનું મોત

  • Share this:
બેંગલુરુઃ રવિવારે થયેલા એક અકસ્માતમાં કોંગ્રેસના ધારાસભ્ય સિદ્દુ બી ન્યામગૌડાનું મોત થયું છે. સિદ્દુ કર્ણાટકની જામખંન્ડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તુલાસીગેરી નજીક આ અકસ્માત થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિદ્દુ ગોવાથી બગલકોટની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

સિદ્દુ તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 49,245 મતથી જીત્યા હતા. તેમણે બીજેપીના કુલકર્ણી શ્રીકાંત સુબ્રાઓને હરાવ્યા હતા.

પોતાના ધારાસભ્યના મોતની પુષ્ટિ કરતા કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, "જામખંન્ડીના ધારાસભ્ય તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના નિધનથી અમે દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. આ દુઃખની ઘડીમાં કોંગ્રેસ પાર્ટી તેમના પરીવારની સાથે છે."

ધારાસભ્યના મોત પર પૂર્વ મુખ્યમંત્રી એમ સિદ્ધારમૈયાએ પણ ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ನಮ್ಮ ಪಕ್ಷದ ಶಾಸಕ ಸಿದ್ದುನ್ಯಾಮಗೌಡ‌ ಅವರ‌‌ ಅಕಾಲಿಕ ಸಾವು ನನ್ನನ್ನು ಆಘಾತಕ್ಕೀಡು ಮಾಡಿದೆ. 'ಬ್ಯಾರೇಜ್ ಸಿದ್ದು' ಎಂದೇ ಜನಪ್ರಿಯರಾಗಿದ್ದ ಸಿದ್ದು ನ್ಯಾಮಗೌಡ ಅವರು ಶಾಸಕ ಸಂಸದ, ಮತ್ತು ಕೇಂದ್ರ‌ ಸಚಿವರಾಗಿ ಜನ ಸದಾ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತಹ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಸ್ನೇಹಿತ ಸಿದ್ದು ನ್ಯಾಮಗೌಡರಿಗೆ‌ ನನ್ನ ದುಃಖ ತಪ್ತ ಶ್ರದ್ಧಾಂಜಲಿ. pic.twitter.com/U8IZBKL3ql

First published: May 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading