Home /News /national-international /

કર્ણાટકામાં કોંગ્રેસનાં 'એક સાંધે ત્યાં તેર તૂટે': કોંગ્રેસનાં MALનું રાજીનામું

કર્ણાટકામાં કોંગ્રેસનાં 'એક સાંધે ત્યાં તેર તૂટે': કોંગ્રેસનાં MALનું રાજીનામું

કર્ણાટકનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ રાજીનામુ આપ્યું

લોકસભા ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ કર્ણાટકનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

    બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રસનાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસનાં બગાવતી ધારાસભ્ય ઉમેશ જાદવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે અને તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા આ મહત્વનાં સમાચાર છે.

    કર્ણાટકામાં જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસનાં ગઠબંધન વાળી સરકાર છે.
    આગામી લોકસભી ચૂંટણી મામલે જનતા દળ (એસ) અને કોંગ્રેસ વચ્ચે બેઠકો વચ્ચે વહેંચણી મામલે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં બંને પક્ષનાં નેતાઓ મળવાનાં છે એવા સમયે એક ધારાસભ્ય રાજીનામું આપે તે મહત્વનાં સમાચાર છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમયે પહેલા કોંગ્રેસનાં ચાર બગાવતી ધારાસભ્યોએ પાર્ટીની મિટિંગમાં હાજરી આપી નહોતી. તેમાં જાધવનો પણ સમાવેશ થાય છે. પક્ષ વિરોધી ધારા હેઠળ કોંગ્રેસે આ ધારાસભ્ય સામે પગલા લેવાની શરૂઆત કરી છે.
    14 ફેબ્રુઆરીનાં રોજ, કર્ણાટકા વિધાનસભામાં તમામ ધારાસભ્યોને મતદાન માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ ત્યારે ધારાસભ્ય જાધવ વિધાનસભા અધ્યક્ષને મળ્યા અને રાજીનામું ધરી દીધું.

    જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું તેમનાં પક્ષ સાથેનાં મતભેદોનો કોઇ અંત આવ્યો કે નહીં ત્યારે તેમણે નકારમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, હજું હું પક્ષની નારાજ છું. મેં મારી કેટલીક માંગણીઓ મૂકી છે. હું હવે રાહ જોઉં છુ કે તે પુરી થાય છે કે નહીં”.

    આ બગાવતી ધારાસભ્ય પર ગુસ્સે થતા કર્ણાટકા કોંગ્રેસનાં પ્રમુખ દિનેશ ગુંડુ રાવે કહ્યું કે, ધારાસભ્ય જાધવે પાર્ટી સાથે દગો કર્યો છે અને પોતાના સ્વાર્થ માટે પક્ષ છોડી રહ્યા છે. તેમણે પોતાની જાતને ભાજપને વેચી દીધી છે. આવા લોકો પાર્ટી છોડી દે એ જ સારી વાત છે.

    લોકસભા ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ કર્ણાટકનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Lok sabha polls, Resign, ધારાસભ્ય, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन