મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલી 'કાળી બેગ'માં શું હતું?

News18 Gujarati
Updated: April 15, 2019, 7:07 AM IST
મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલી 'કાળી બેગ'માં શું હતું?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા (ફાઈલ ફોટો)

પીએમ મોદીએ કહ્યું કે, આ વખતની ચૂંટણી કોણ સાંસદ બને, કોણ પ્રધાનમંત્રી બને, કોણ મંત્રી બને અથવા માત્ર સરકાર પસંદ કરવાની ચૂંટણી નથી. પરંતુ 21મી સદીનું નવું ભારત કેવું હશે, એ નક્કી કરવાની છે.

  • Share this:
કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરમાંથી કથિત રીતે ઉતારવામાં આવેલા 'કાળા બોક્સ'ની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ પીએમ મોદીને આ મુદ્દે સ્પષ્ટતા આપવાની માંગ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે આની તપાસ કરવી જોઈએ.

કર્ણાટકમાં શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમના હેલિકોપ્ટરમાંથી 'કાળી બેગ' ઉતારવામાં આવી હતી. કોંગ્રેસે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી તેના પર પ્રશ્ન ઉઠાવ્યા છે, અને ચૂંટણી પંચને તેની તપાસ કરવાની માંગ કરી છે.

કર્ણાટક કોંગ્રેસે આની ફરિયાદ પોલ પેનલ પાસે પહેલા જ નોંધાવી દીધી છે. ફરિયાદમાં તેમણે કહ્યું છે કે, અમે જોયું કે, પ્રધાનમંત્રીના હેલિકોપ્ટર સાથે જ ત્રણ અન્ય હેલિકોપ્ટર ઉતર્યા હતા. હેલિકોપ્ટરની લેંડિંગ બાદ ત્યાંથી એક કાળા રંગની બેગ બહાર નિકાળવામાં આવી અને તેને એક પ્રાઈવેટ કારમાં નાખી દેવામાં આવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનીવારે કર્ણાટકના મેંગલુરૂમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમ્યાન પીએમએ કહ્યું કે, આ મોદી છે, જે માત્ર માખણ પર જ નહીં પરંતુ પથ્થર પર પણ લકીર ખીંચે છે.

આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે, આ વખતની ચૂંટણી કોણ સાંસદ બને, કોણ પ્રધાનમંત્રી બને, કોણ મંત્રી બને અથવા માત્ર સરકાર પસંદ કરવાની ચૂંટણી નથી. પરંતુ 21મી સદીનું નવું ભારત કેવું હશે, એ નક્કી કરવાની છે.પીએમએ કહ્યું કે, કોંગ્રેસ, JDS અને તેના જેવા અનેક દળોની પ્રેરણા પરિવારવાદ છે અને અમારી રાષ્ટ્રવાદ છે. તે પોતાના પરિવારના અંતિમ સભ્ય સુધીને સત્તાનો લાભ આપે છે. અમે સમાજની છેલ્લી પંક્તિમાં ઉભા રહેલા વ્યક્તિને આગળ લાવવા માટે મહેનત કરીએ છીએ.

પીએમ એ કહ્યું કે, તેમનો વંશોદય પોતાની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરે છે. અમારા અંત્યોદય ચાવાળા સુધીને પ્રધાનમંત્રી બનાવી દે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે ચપ્પલ પહેરેલા એક વૃદ્ધને હું ગર્વ સાથે પદ્મ સમ્માન ગ્રહણ કરતા જોઉં છુ તો, મારા મનમાં એજ આવે છે કે, આજ મારૂ ભારત છે, પોતાના સામર્થ્ય પર ભરોસો કરનારૂ ભારત, પોતાના સંબંધો પર ભરોસો કરવાવાળુ ભારત.
First published: April 14, 2019, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading