'ગ્રામ વાસ્તવ્ય 2.0' : હું તો રસ્તા પર ઉંઘવા માટે પણ તૈયાર: કર્ણાટકના મુખ્યમંત્રી

News18 Gujarati
Updated: June 22, 2019, 4:00 PM IST
'ગ્રામ વાસ્તવ્ય 2.0' : હું તો રસ્તા પર ઉંઘવા માટે પણ તૈયાર: કર્ણાટકના મુખ્યમંત્રી
કુમારસ્વામીએ ખુલાસો કર્યો કે, હું ગામડાઓમાં બાળકોની મદદ કરીશ. હું અહીં વોલ્વોથી નહીં પરંતુ સાધારણ બસથી ફરી રહ્યો છું.

કુમારસ્વામીએ ખુલાસો કર્યો કે, હું ગામડાઓમાં બાળકોની મદદ કરીશ. હું અહીં વોલ્વોથી નહીં પરંતુ સાધારણ બસથી ફરી રહ્યો છું.

  • Share this:
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી શુક્રવારે યાદગિર જિલ્લાના ગુરમિટકલ ગામ રોકાઈને કેમ્પેઈન 'ગ્રામ વાસ્તવ્ય 2.0' શરૂ કર્યું છે. અહીં કુમારસ્વામી એક સ્કૂલમાં જમીન પર પાથરેલી પથારીમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીએ એ વાત નકારી દીધી છે કે, તેમને ગામડાઓમાં 5 સ્ટાર સુવિધાઓ મળી રહી છે.

કુમારસ્વામીએ એક ગામમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, 5 સ્ટાર સુવિધા શું હોય? હું તો રસ્તા પર ઉંઘવા માટે પણ તૈયાર છું. હું વિપક્ષને પૂછવા માંગુ છું કે, શું મને પાયાની સુવિધા લેવાનો પણ હક નથી. આ રીતે હું રોજ કેવી રીતે કામ કરીશ. એક નાનકડું બાથરૂમ ચોક્કસ બનાવવામાં આવ્યું છે. બાથરૂમને મારી પાછળ લટકાવીને ન ફરી શકું. કુમારસ્વામીનું આ નિવેદન એ સમયે સામે આવ્યું છે જ્યારે અમુક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીને ગામડાઓમાં લક્ઝુરિયસ સુવિધાઓ મળે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ માનસિક અસ્થિર મહિલા 4 વાર ગર્ભવતી બની, બાળકો ગૂમ થઈ જતાં કૌભાંડની આશંકા

 



કુમારસ્વામીએ ખુલાસો કર્યો કે, હું ગામડાઓમાં બાળકોની મદદ કરીશ. હું અહીં વોલ્વોથી નહીં પરંતુ સાધારણ બસથી ફરી રહ્યો છું. મારે ભાજપ પાસેથી કશું શીખવાની જરૂર નથી. હું ઝૂંપડીમાં પણ ઉંઘી શકુ છું. જ્યારે મારા પિતા વડાપ્રધાન હતા ત્યારે હું રશિયાના ગ્રાન્ડ ક્રેમલિન પેલેસમાં પણ ઉંઘી ચૂક્યો છું. મેં મારા જીવનમાં બધુ જ દેખી લીધું છે.

મારા અમુક મિત્રો પૂછી રહ્યા છે કે, ગામડામાં રહેવાનું કેમ્પન કેમ ચલાવી રહ્યા છો. તેઓ વિધાનસભામાંથી કામ કરે છે. હું તેમને એવું જ કહેવા માંગીશ કટાક્ષ કરવાનું કામ વિપક્ષ માટે રહેવા દે. હું દર મહિને બેથી ચાર દિવસ ગામડામાં રહીશ. 2006માં જ્યારે કુમારસ્વામી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેઓ ગામડાઓમાં જઈને રહ્યા હતા.

કુમારસ્વામીની ગામડાની મુલાકાત વિશે જેડીએસએ ટ્વિટ કર્યું છે કે, મુખ્યમંત્રી ગ્રામીણોની મદદ કરવા માંગે છે. તેઓ બીએસ યેદીયુરપ્પા જેવા નથી. તેઓ ઘરમાં બનેલુ જમી રહ્યા છે, કોઈ હોટલમાં બનેલુ નહીં. તેઓ ટ્રેનથી મુસાફરી કરે છે. ચેરિટી ઘરથી જ શરૂ થાય છે. છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદીએ કેટલા દેશોની યાત્રા કરી?

ભાજપનો આરોપ
JDSના સવાલ પર કર્ણાટક ભાજપે ટ્વિટ કર્યું કે, કુમારસ્વામી ગામડાઓની મુલાકાત દરમિયાન ખાવા, રહેવા, યાત્રા, જાહેરાત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ખૂબ પૈસા ખર્ચી રહ્યા છે. મુખ્યમંત્રી યાત્રાઓમાં ટેક્સપેયર્સના પૈસા ખર્ચી રહ્યા છે.
First published: June 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...