જ્યારે કર્ણાટકના CM કુમારસ્વામીએ કહ્યું- 'હુમલાખોરોને ગોળી મારી દો'

News18 Gujarati
Updated: December 25, 2018, 10:00 AM IST
જ્યારે કર્ણાટકના CM કુમારસ્વામીએ કહ્યું- 'હુમલાખોરોને ગોળી મારી દો'
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી (ફાઇલ તસવીર)

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની એક વીડિયો ટેપ સામે આવી છે તેને લઈને વિવાદ ઊભો થયો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની એક વીડિયો ટેપ સામે આવી છે તેને લઈને વિવાદ ઊભો થયો છે. આ વીડિયોમાં કુમારસ્વામી પોતાની પાર્ટીના નેતાના મોતનો બદલો લેવા માટે હુમલાખોરોને જીવથી મારી નાખવાનો આદેશ આપતા જોવા મળી રહ્યા છે. ફોન પર થયેલી આ વાતચીતની વીડિયો રેકોર્ડિંગ જાહેર થતાં રાજ્યનું રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. વિપક્ષી ભાજપે મુખ્યમંત્રીના આ વલણની કડક શબ્દોમાં નિંદા કરી છે.

મૂળે, કુમારસ્વામી વિજયપુરા જિલ્લાના પ્રવાસ પર ગયા હતા. અહીં પહોંચતા તેમને ઇન્ટેલિજન્‍સ વિભાગ તરફથી જનતા દળ સેક્યુલર પાર્ટીના એક નેતાની હત્યા વિશે માહિતગાર કરવામાં આવે છે. આરોપ છે કે આ ઘટનાની જાણ થતાં કુમારસ્વામીએ સિનિયર પોલીસ અધિકારીને ફોન કર્યો અને તેમને હુમલાખોરોને ગોળી મારવાના આદેશ આપ્યા.

કુમારસ્વામીએ શું કહ્યું?

આ વાતચીતમાં કુમારસ્વામી કહી રહ્યા છે કે, હું આ હત્યાથી ખૂબ જ ઉદાસ છું. તેઓ ખૂબ સારા માણસ હતા. હું નથી જાણતો કે હત્યા કોણે કરી છે, પરંતુ તેમને ગોળી માદી દો. કુમારસ્વામીએ જે સમયે આ નિવેદન આપ્યું, તેમની આસપાસ ઘણા લોકો ઉપસ્થિત હતા. ત્યાં સુધી કે એક પોલીસ અધિકારી પણ ઊભા નજરે પડી રહ્યા છે.

 ભાજપે કુમારસ્વામીને ઘેર્યા
કુમારસ્વામીની આ વાતચીત સામે આવ્યા બાદ કર્ણાટકનું રાજકારણ ગરમાઈ ગયું. મુખ્ય વિપક્ષી પાટી ભાજપે તેમના આ અંદાજને તાનાશાહી કરાર કરી. ભાજપ નેતા શોભા કરાંદલાજે કહ્યું કે સીએમ દ્વારા આ પ્રકારના આદેશ આપવો અરાજક્તા દર્શાવે છે.

કુમારસ્વામીએ કરી સ્પષ્ટતા
પોતાના નિવેદન પર થઈ રહેલા વિવાદ બાદ કુમારસ્વામીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓએ કોઈને મારવાનો આદેશ નથી આપ્યો. પોતાનો બચાવ કરતાં કુમારસ્વામીએ કહ્યું કે તેઓએ આ વાત એક માણસ હોવાના નાતે કરી હતી, મુખ્યમંત્રી તરીકે કોઈ આદેશ જાહેર નહોતો કર્યો. પોતાની આ દલીલને વધુ મજબૂતી આપવા કુમારસ્વામીએ કહ્યું કે તેઓ પોતાના પાર્ટીના નેતાના મોતથી ગુસ્સામાં હતા, તેથી આવી વાત કહી.

કુમારસ્વામીએ કહ્યું કે જે લોકો પર હત્યાની આશંકા છે, તેઓ બે દિવસ પહેલા જ બેલ પર બહાર આવ્યા છે અને અન્ય બે હત્યા કેસમાં આરોપી છે. કુમારસ્વામીએ કહ્યું કે હવે તે લોકોએ વધુ એક વ્યક્તિની હત્યા કરી દીધી.
First published: December 25, 2018, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading