ગઠબંધનનું ઝેર પી રહ્યો છું, ઈચ્છુ તો 2 કલાકમાં છોડી દઉં CM પદ: કુમારસ્વામી

News18 Gujarati
Updated: July 15, 2018, 4:19 PM IST
ગઠબંધનનું ઝેર પી રહ્યો છું, ઈચ્છુ તો 2 કલાકમાં છોડી દઉં CM પદ: કુમારસ્વામી

  • Share this:
કર્ણાટકમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર ચલાવી રહેલા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું દર્દ એક વાર ફરી છલકાતુ જોવા મળ્યું. એક જનસભા દરમ્યાન તેમણે કહ્યું કે, તે ગઠબંધનની સરકારનું દર્દ સહન કરી રહ્યા છે. તેમમે કહ્યું કે, તમે મને શુભકામના આપવા માટે ગુલદસ્તો લઈને આવ્યા છો. તમારો એક ભાઈ સીએમ થઈ ગયો છે, જેથી તમે બધા ખુશ છો, પરંતુ હું નહીં. હું ગઠબંધન સરકારનું દર્દ જાણું છું. હું ગઠબંધનનું ઝેર પી રહ્યો છું.

કુમાર સ્વામીએ કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમ્યાન લોકો તેમને સાંભળવા આવ્યા, પરંતુ જ્યારે વોટ આપવાનો વારો આવ્યો તો પાર્ટીના ઉમેદવારને ભૂલી ગયા, જે તેમનું દુર્ભાગ્ય છે. કુમાર સ્વામીએ કહ્યું કે, ઈશ્વરે મને સીએમ બનાવ્યો છે. હવે તેજ નક્કી કરશે કે મારે કેટલા દિવસ આ પદ પર રહેવાનું છે.

કુમાર સ્વામીએ કહ્યું કે, તેમનું સપનું હતું કે, તે પોતાના પિતા દેવગોડાના અધૂરા સપનાને પુરૂ કરશે. વિધાનસભા ચૂંટણીનું જે પરિણામ આવ્યું, તેનાથી લાગ્યું કે, લોકોને મારા પર વિશ્વાસ નથી.

કોંગ્રેસ-જેડીએસ સરકારના પહેલા બજેટમાં નાણાં વિભાગનું ખાતુ પણ સંભાળી રહેલા કુમાર સ્વામીએ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં પ્રતિ લીટર 1.14 અને 1.2 રૂપિયાનો વધારો કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ખેડૂતોની લોન માફીની જાહેરાત કર્યા બાદ સંશાધન મેળવવાના પ્રયાસ હેઠળ સરકારે આ પ્રસ્તાવ કર્યો હતો. ખેડૂતોની લોન માફીથી રાજ્ય સરકારના ખજાના પર 34000 કરોડનો ભાર પડશે.

આ સાથે સિદ્ધારમૈયાએ કુમાર સ્વામીને એક પત્ર લખી કહ્યું કે, સીએમએ 34000 કરોડ રૂપિયાની ખેડૂત લોન માફીનું ફંડ ભેગુ કરવા માટે ચોખાની માત્રા પ્રતિ વ્યક્તિ 7 કિલોથી 5 કિલો ન કરવી જોઈએ.

આ મુ્દા પર કુમાર સ્વામીએ કહ્યું કે, હવે તે આ સ્કીમમાં 5 કિલોને બદલે 7 કિલો ચોખા આપવા માંગે છે. હું આના માટે 2500 કરોડ રૂપિયા ક્યાંથી લાવું. ટેક્સ લગાવવાના મારા નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. હું ઈચ્છુ તો 2 કલાકમાં સીએમ પદ છોડી દઉં.
First published: July 15, 2018, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading