બેંગલુર : કર્ણાટક (Karnataka)ના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa)કોરોના વાયરસ (COVID-19)ને માત આપી છે. કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીએમને બેંગલુરુના મણિપાલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમણે કોરોના વાયરસને માત આપી છે. 2 ઓગસ્ટે યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યેદીયુરપ્પાએ પોતે જ પોઝિટિવ હોવાની પૃષ્ટિ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પરંતુ ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. યેદિયુરપ્પાએ ગત દિવસો દરમિયાન પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનું ધ્યાન રાખવા અને ક્વૉરન્ટાઇનમાં રહેવાનો વિનંતી કરી હતી.
સીએમ પછી કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બી. શ્રીરામુલુ પણ કોરોનો પોઝિટિવ આવ્યા હતા. 9 ઓગસ્ટે શ્રીરામુલુએ કહ્યું કે કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. તાવ આવ્યા પછી મે ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ પોઝિટિવ આવ્યું છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee) કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. સોમવાર બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં લખ્યું કે, હૉસ્પિટલ અન્ય તપાસ માટે ગયો હતો જ્યાં મારો કોવિડ-19 (COVID-19)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ગયા એક સપ્તાહમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તેઓ તમામ ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઈ જાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર