"મારા માટે રાજ્યની ફિટનેસ વધારે જરૂરી," મોદીની ચેલેન્જ પર કુમારસ્વામીનો જવાબ

News18 Gujarati
Updated: June 13, 2018, 11:52 AM IST
કુમારસ્વામી (ફાઇલ ફોટો), બીજી તસવીરમાં યોગ કરતા મોદી

  • Share this:
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલન્જ સ્વીકારીને મોદીએ બુધવારે પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં મોદી ટ્રેક પર વોક કરતા નજરે પડી રહ્યા છે. વીડિયો પોસ્ટ કરીને મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને આઈપીએસ એધિકારીઓને ફિટનેસ ચેલેન્જ આપી છે. જોકે, મોદીની ફિટનેસ ચેલેન્જના થોડીવારમાં જ કુમાર સ્વામીએ એક ટોણો મારતા તેમને જવાબ આપ્યો હતો.

કુમારસ્વામીનો મોદીને જવાબ

કુમારસ્વામીએ મોદીને જવાબ આપતા ટ્વિટર પર લખ્યું કે, "મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ આભાર. હું સન્માનિત થયાનું અનુભવી રહ્યો છું. હું માનું છું કે આપણા બધા માટે શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે, હું તેનું સમર્થન પણ કરું છું. યોગા અને ટ્રેડમિલ મારા નિત્યક્રમનો એક ભાગ છે. જોકે, હું મારા રાજ્યના વિકાસની ફિટનેસને લઈને વધારે ચિંતિત છું અને આ મામલે તમારી મદદ માંગું છું."

વાંચોઃ વિરાટ કોહલીને મોદીએ આપ્યો જવાબ, પોસ્ટ કર્યો ફિટનેસ વીડિયો 

નોંધનીય છે કે વિરાટ કોહલીએ ગયા મહિના વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. ચેલેન્જના લગભગ એક મહિના પછી મોદીએ દોઢ મિનિટનો ફિટનેસ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. એ સમયે મોદીએ વિરાટ કોહલીને ફિટનેસ ચેલેન્જ સ્વીકારીને ટ્વિટર પર લખ્યું હતું કે, "વિરાટની ચેલેન્જનો સ્વીકાર કરું છું, બહું ઝડપથી હું મારો ફિટનેસ વીડિયો શેર કરીશ."

નોંધનીય છે કે કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના પુત્ર કુમારસ્વામી કોંગ્રેસના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા છે.
First published: June 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading