ર્ણાટકના પૂર્વ મંત્રી અને અબજપતિ ખાણ ખનીજ વેપારી જી જનાર્દન રેડ્ડીની કેન્દ્રીય ક્રાઈમ બ્રાંચે રવિવારે ધરપકડ કરી છે. તેમની ધરપકડ પોંઝી ભ્રષ્ટાચાર મામલામાં શનિવારે ચાલેલી લાંબી પૂછપરછ બાદ કરવામાં આવી છે.
બેંગ્લોર સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે રેડ્ડીના નજીકના સયહોગી અલીખાનની પણ ધરપકડ કરી છે.
કેન્દ્રીય ક્રાઈમ બ્રાંચના એસપી આલોક કુમારે કહ્યું કે, રેડ્ડીની ધરપકડ પાકા સબૂતો અને ગવાહોના નિવેદનના આધારે કરવામાં આવી છે. અમે તેમને બેંગ્લોરમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરીશું. તેમણે કહ્યું કે, પોંઝી ઘોટાળાની રકમને કબજે કરી તે રકમ તેના વાસ્તવિક રોકાણકારોને પાછી આપવામાં આવશે.
રેડ્ડી વિરુદ્ધ 600 કરોડના પોંઝી ઘોટાળામાં સામેલ હોવાનો આરોપ
આ પહેલા 3 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ જનાર્દન રેડ્ડી શનિવારે 600 કરોડ રૂપિયાના કથિત પોંઝી ભ્રષ્ટાચાર મામલામાં ક્રાઈમ બ્રાંચના કાર્યાલયમાં પૂછતાછ માટે હાજર થયા હતા.
તેમણે હાજર થયા પહેલા શનીવારે એક વીડિયો જાહેર કરી પોતાની સફાઈ આપી હતી. આમાં તેમણે કહ્યું હતું કે, તે હૈદરાબાદમાં નથી છુપાયેલા અને બેંગ્લોરમાં રહીને જ પૂરા મામલા પર નજર રાખી રહ્યા છે. વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, મીડિયા મને ભાગેડુ બતાવી રહી છે, તેમના મતે હું હૈદરાબાદમાં છું. આ કારણથી જ મે આ વીડિયો મારા વકિલોની સાથે બનાવ્યો છે, જેથી હું તમામ શંકાઓને સ્પષ્ટ કરી શકું.
કેન્દ્રીય ક્રાઈમ બ્રાંચે કથિત ધોખાઘડી મામલામાં તેમને 11 નવેમ્બર સુધીમાં રજૂ થવા માટે નોટિસ જાહેર કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ્ડીની ધરપકડ માટે બેલ્લારી સ્થિત તેમના આવાસ પર રેડ પણ કરી હતી.