કર્ણાટકમાં કોંગ્રેસ-JDSને દિવાળી બોનસઃ 14 વર્ષ પછી ભાજપે બેલ્લારી બેઠક ગુમાવી

News18 Gujarati
Updated: November 6, 2018, 2:23 PM IST
કર્ણાટકમાં કોંગ્રેસ-JDSને દિવાળી બોનસઃ 14 વર્ષ પછી ભાજપે બેલ્લારી બેઠક ગુમાવી
કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે.

કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે.

  • Share this:
કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યાં છે. ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી મંગળવારથી ચાલું છે. બેલ્લારી સીટ પર ભાજપને મોટો ઝડકો આપી કોંગ્રેસ ઉમેદવાર બીએસ ઉગ્રપ્પાએ જીત મેળવી છે. આ બેઠક 2004થી ભાજપના કબજામાં હતી.

જામખંડીમાં વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આનંદ નામ્યા ગૌડા પણ જીત્યા છે. આ સિવાય, રામનગર વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીની પત્ની અનિતા કુમાસ્વામીએ જીત હાંસલ કરી છે. માંડયા લોકસભા બેઠક પર જેડીએસ જીતની નજીક છે. ત્યા શિમોગા બેઠક પર ભાજપના બીવાય રાઘવેન્દ્ર આગળ ચાલી રહ્યાં છે.

પાંચમાથી ચાર બેઠક પર કોંગ્રેસ-જેડીએસ આગળ છે. તો કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમએ ટ્વીટ કર્યુ, કર્ણાટકમાં 4-1 પરિણામ જોઇને લાગી રહ્યું છે કે જેમ કોહલીએ કેપ્ટનશિપમાં ભારતે કોઇ ટેસ્ટ સિરીઝ જીતી હોય. ગઠબંધનને કરી બતાવ્યું.

જણાવી દઇએ કે આ પેટાચૂંટણીને કોંગ્રેસ-જેડીએસનો ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. આ પરિણામોની સીધી અસર 2019 માટે કર્ણાટકનું રાજકારણ વિખરાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે 3 લોકસભા સીટ બેલ્લારી, શિમોગા, માંડિયા અને બે વિધાનસભા સીટ જામખંડી અને રામનગર છે. પાંચેય સીટ પર શનિવારે મતદાન થયું હતું.
First published: November 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading