Karnataka Bypoll Result: યેદિયુરપ્પા સરકાર રહેશે કે જશે? આજે ફેંસલો

News18 Gujarati
Updated: December 9, 2019, 7:47 AM IST
Karnataka Bypoll Result: યેદિયુરપ્પા સરકાર રહેશે કે જશે? આજે ફેંસલો
જો બીજેપી બહુમતી માટે જરૂરી સંખ્યામાં સીટો જીતવામાં નિષ્ફળ રહે છે તો કર્ણાટકમાં વધુ એક રાજકીય ડ્રામા જોવા મળી શકે છે

જો બીજેપી બહુમતી માટે જરૂરી સંખ્યામાં સીટો જીતવામાં નિષ્ફળ રહે છે તો કર્ણાટકમાં વધુ એક રાજકીય ડ્રામા જોવા મળી શકે છે

  • Share this:
બેંગલુરુ : કર્ણાટક (Karnataka)માં ચાર મહિના જૂની બી.એસ. યેદિયુરપ્પા (BS Yediyurappa)ના નેતૃત્વવાળી બીજેપી સરકારના ભવિષ્યનો ફેંસલો સોમવારે થઈ જશે. રાજ્યની 15 વિધાનસભા સીટો માટે 5 ડિસેમ્બરે થયેલી મહત્વપૂર્ણ પેટાચૂંટણીનું પરિણામ સોમવારે જાહેર થશે. સોમવાર સવારે 8 વાગ્યાથી 11 કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ જશે અને બપોર સુધી તમામ પરિણામ જાહેર થઈ જશે.

કૉંગ્રેસ અને જેડી(એસ)ના 17 બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ઠેરવ્યા હતા. ત્યારબાદ ખાલી પડેલી બેઠકો ભરવા માટે 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાઈ. આ પેટાચૂંટણીમાં કુલ 67.91 ટકા મતદાન થયું હતું. નોંધનીય છે કે, અગાઉની એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારનું ધારસભ્યોના વિદ્રોહને કારણે જુલાઈમાં પતન થયું હતું.

15 સીટોમાંથી 12 પર કૉંગ્રેસનો કબજો હતો

ગઠબંધન સરકારનું પતન થયા બાદ રાજ્યમાં યેદિયુરપ્પાના નેતૃત્વવાળી બીજેપી સરકારની રચના થઈ હતી. મૂળે, આ 15 સીટોમાંથી 12 પર કૉંગ્રેસ અને ત્રણ પર જેડી(એસ)નો કબજો હતો. પેટાચૂંટણીના પરિણામો બીજેપી માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે બીજેપી સરકારની બહુમત માટે ઓછામાં ઓછી સીટો જીતવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 225 સભ્યોની વિધાનસભામાં બીજેપીની કુલ 105 સીટો છે. જ્યારે સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 112 સીટો હોવી જરૂરી છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સરકાર બળવાખોર ધારાસભ્યોના સમર્થનના આધારે 29 જુલાઈએ વિશ્વાસ મત જીતવામાં સફળ રહી હતી.

જાણકારોનું માનવું છે કે, જો બીજેપી બહુમત કાયમ રાખવામાં જરૂરી સંખ્યામાં સીટો જીતવામાં નિષ્ફળ રહે છે તો રાજ્યમાં વધુ એક રાજકીય ડ્રામા જોવા મળી શકે છે. સાથોસાથ પેટાચૂંટણીના પરિણામ કૉંગ્રેસ પેટાચૂંટણીના પરિણામો કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા માટે પણ મહત્વપૂર્ણ છે. જેમની કાર્યશૈલી અને ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી વિરુદ્ધ ઘણો અસંતોષ જોવા મળ્યો હતો.આ પણ વાંચો, Delhi Fire: મુખ્ય દરવાજાનું શટર બંધ હતું, એક જ ગામના 30 લોકો નીંદર માણી રહ્યા હતા
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर