કર્ણાટક પેટાચૂંટણીમાં BJPની ક્લિન સ્વીપ, PM મોદીએ કહ્યુ- જનતાએ કૉંગ્રેસને સજા આપી

News18 Gujarati
Updated: December 9, 2019, 2:16 PM IST
કર્ણાટક પેટાચૂંટણીમાં BJPની ક્લિન સ્વીપ, PM મોદીએ કહ્યુ- જનતાએ કૉંગ્રેસને સજા આપી
કૉંગ્રેસને કર્ણાટક પેટાચૂંટણીમાં સૌથી મોટો આંચકો લાગ્યો; જોડ-તોડની રાજનીતી નહીં ચાલે - PM નરેન્દ્ર મોદી

કૉંગ્રેસને કર્ણાટક પેટાચૂંટણીમાં સૌથી મોટો આંચકો લાગ્યો; જોડ-તોડની રાજનીતી નહીં ચાલે - PM નરેન્દ્ર મોદી

  • Share this:
Karnataka Bypoll Results: કર્ણાટકની 15 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી (Karnataka Bypolls)ના અત્યાર સુધીના વલણોને જોતાં કૉંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. કૉંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારે કહ્યુ કે, જનતાએ પક્ષપલટુઓનો સ્વીકાર કર્યો છે. નોંધનીય છે કે, કૉંગ્રેસને આ પેટાચૂંટણીમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે અને અત્યાર સુધી મળતા વલણો મુજબ જો આ જ ટ્રેન્ડ રહ્યો તો પાર્ટી 12માંથી 9 સીટો ગુમાવી રહી છે.

જોડ-તોડની રાજનીતી નહીં ચાલે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કર્ણાટકમાં બીજેપીના શાનદાર પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે કર્ણાટકના લોકોએ સુનિશ્ચિત કરી દીધું છે કે હવે કૉંગ્રેસ અને જેડીએસ ત્યાંના લોકોની સાથે વિશ્વાસઘાત નહીં કરી શકે. હવે કર્ણાટકમાં જોડ-તોડ નહીં, ત્યાંની જનતાએ એક સ્થિર અને મજબૂત સરકારને તાકાત આપી દીધી છે. જનાદેશની સામે જનારા લોકોને કર્ણાટકની જનતાએ સજા આપી દીધી છે.

બી.એસ. યેદિયુરપ્પાની બીજેપી સરાર માટે આ પેટાચૂંટણીના પરિણામ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે સત્તારૂઢ પાર્ટીને 223 સભ્યો ધરાવતી વિધાનસભામાં બહુમત માટે ઓછામાં ઓછી 7 સીટો જોઈએ. જુલાઈમાં કૉંગ્રેસ-જેડીએસના કુલ 17 ધારાસભ્યોન રાજીનામાના કારણે એચ.ડી. કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી ગઈ હતી.

ત્યારબાદ યેદિયુરપ્પાના નેતૃત્વમાં બીજેપીની સરકાર બની હતી. આ ધારાસભ્યોને તત્કાલીન સ્પીકરે અયોગ્ય જાહેર કરીને ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં આ અયોગ્ય કરાર કરવામાં આવેલા ધારાસભ્યોને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. આમ તો ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી કુલ 17 સીટો પર પેટાચૂંટણી યોજાવાની હતી. પરંતુ બે સીટો અંગેનો મામલો કોર્ટમાં હોવાના કારણે હાલ 15 સીટો પર જ પેટાચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપના દોષિતોને 16 ડિસેમ્બરે ફાંસી આપવાની શક્યતા, તૈયારી શરૂ
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर