Home /News /national-international /

Karnataka: ભાજપના દિગ્ગજ નેતા BS Yediyurappaની પૌત્રીએ કથિત રીતે કરી આત્મહત્યા

Karnataka: ભાજપના દિગ્ગજ નેતા BS Yediyurappaની પૌત્રીએ કથિત રીતે કરી આત્મહત્યા

સૌંદર્યાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા

કર્ણાટક (Karnataka) ના પૂર્વ મુખ્યમંત્રી BS Yediyurappaની પૌત્રી સૌંદર્યાએ લગ્નના બે વર્ષ બાદ આત્મહત્યા કરી. સૌંદર્યાનો મૃતદેહ શુક્રવારે સવારે લટકતી હાલતમાં મળી આવ્યો હતી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી (Former Chief Minister of Karnataka) અને ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા (BS Yediyurappa Granddaughter Soundarya)એ કથિત રીતે આત્મહત્યા (Suicide) કરી લીધી છે. સૌંદર્યા લગભગ 30 વર્ષની હતી અને બેંગ્લુરૂની એમએસ રામૈયા હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સૌંદર્યા તેના પતિ સાથે રહેતી હતી જે વ્યવસાયે ડૉક્ટર છે અને બંનેને 6 મહિનાનું બાળક પણ છે.

પતિ-પત્ની માઉન્ટ કાર્મેલ કોલેજ (Mount Carmel College) પાસે રહેતા હતા. સૌંદર્યાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા અને શુક્રવારે સવારે તે મૃત હાલતમાં મળી આવી હતી. મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને બોરિંગ હોસ્પિટલમાં પીએમસ માટે મોકલવામાં આવ્યો છે.



સૌંદર્યા યેદિયુરપ્પાની પ્રથમ પુત્રી પદ્માની પુત્રી હતી, જે પરિવારમાં સૌથી મોટી હતી. આ સમાચારથી તેમના પરિવાર અને રાજ્ય ભાજપને આંચકો લાગ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ તેમના કેબિનેટ સાથીદારો સાથે ભાજપના દિગ્ગજ નેતાને સાંત્વના આપવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં સૌંદર્યાએ આત્મહત્યા કરતા પહેલા કથિત રીતે કોઈ ચિઠ્ઠી છોડી હતી કે કેમ તેની કોઈ પુષ્ટિ નથી થઇ.

એક જાણકારી અનુસાર, સૌંદર્યાનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સૌંદર્યાના મૃતદેહને બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. એક રિપોર્ટ્સ અનુસાર સૌંદર્યા પ્રેગ્નન્સી પછી ડિપ્રેશનમાં રહેતી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: BS Yediyurappa, Karnatak, Karnataka chief minister

આગામી સમાચાર