લૉકડાઉન વચ્ચે બીજેપી ધારાસભ્યએ આપી ભવ્ય બર્થ-ડે પાર્ટી, ગામ લોકોને બિરયાની ખવડાવી

News18 Gujarati
Updated: April 11, 2020, 7:44 AM IST
લૉકડાઉન વચ્ચે બીજેપી ધારાસભ્યએ આપી ભવ્ય બર્થ-ડે પાર્ટી, ગામ લોકોને બિરયાની ખવડાવી
કર્ણાટકના ધારાસભ્ય.

કોવિડ 19 લૉકડાઉનની ઐસી કી તૈસી : ગામમાં બર્થ ડે મનાવવા સેંકડો લોકો એકઠા થયા, કેક પણ કાપવામાં આવી.

  • Share this:
બેંગલુરુ : દેશમાં કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Infection)ને રોકવા માટે દેશ અને રાજ્ય સરકારો સંભવિત તમામ પ્રયાસો કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી 21 દિવસનું લૉકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના સમારંભનું આયોજન કરવા પર પ્રતબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે, લૉકડાઉન વચ્ચે પણ અમુક લોકો નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યા છે. કર્ણાટક (Karnataka)માં તુરુવેકેરેના બીજેપી ધારાસભ્ય મસલે જયરામે (Masale Jayaram) પણ કંઈક આવું જ કર્યું છે. તેમણે લૉકડાઉન હોવા છતાં તેમના ગામ ખાતે તેમનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

કેક કાપી, બિરયાની ખવડાવી

બીજેપી ધારાસભ્યના જન્મ દિવસ પર ગામમાં મોટા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેક કાપવામાં આવી હતી. તેમની બર્થ ડે પાર્ટીમાં સેંકડો લોકો એકઠા થયા હતા. આ તમામ લોકોને બર્થ ડે પાર્ટી તરીકે ધારાસભ્ય તરફથી બિરયાની ખવડાવવામાં આવી હતી. તેમની બર્થ ડે પાર્ટીની તસવીરો પણ સામે આવી છે. જેમાં આયોજન સ્થળ ખાતે મોટી સંખ્યામાં લોકો નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચો : WHOએ ભૂલ સ્વીકારી કરી સ્પષ્ટતા, ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો નહીંદેશમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે 

દેશમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા શુક્રવારે 7500ને પાર કરી ગઈ હતી. આ મહામારીને કારણે અત્યાર સુધી દેશમાં 250થી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. બીજી તરફ પરિસ્થિતિનો તાગ મેળવવા પીએ મોદી દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરે તેના એક દિવસ પહેલા જ પંજાબમાં લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે.21 દિવસનું લૉકડાઉન

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લૉકડાઉન બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ મામલે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે.

શુક્રવાર સાંજ સુધી વિવિધ રાજ્યોમાંથી પ્રાપ્ત થયેલા આંકડાઓ પ્રમાણે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 7,510 પર પહોંચી છે. જ્યારે કોરોનાને કારણે 251થી વધારે લોકોનાં મોત થયા છે. જ્યારે 700 જેટલા લોકો સારવાર બાદ ઘરે પરત ગયા છે.
First published: April 11, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading