કર્ણાટક : યેદિયુરપ્પાએ કર્યો સરકાર રચવાનો દાવો, આજે સાંજે 6 વાગ્યે લેશે CMના શપથ

યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો

News18 Gujarati
Updated: July 26, 2019, 11:21 AM IST
કર્ણાટક : યેદિયુરપ્પાએ કર્યો સરકાર રચવાનો દાવો, આજે સાંજે 6 વાગ્યે લેશે CMના શપથ
યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો
News18 Gujarati
Updated: July 26, 2019, 11:21 AM IST
બીએસ યેદિયુરપ્પા ચોથી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. આજે સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે આજ સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કર્ણાટકમાં મંગળવારે ભારે રાજકીય ઉથલપાથલ બાદ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. હવે યેદિયુરપ્પા ચોથી વાર મુખ્યમંત્રી બની શકે છે.

રાજ્યપાલ વજુભાઈ વાળા સાથેની મુલાકાત બાદ યેદિયુરપ્પાએ જણાવ્યું કે, મેં રાજ્યપાલ સાથે હમણાં જ મુલાકાત કરી છે. આજે સાંજે 6 વાગ્યે હું મુખ્યમંત્રી પદના શપથ લઈશ. કર્ણાટક વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં ભાજપે જાદુઈ આંકડો સ્પર્શી લીધો છે જે કર્ણાટકમાં સત્તા મેળવવા માટે જરૂરી હોય છે. ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 99 વોટ મળ્યા તો ભાજપને 105 વોટ મળ્યા હતા.

મંત્રીમંડળને લઈ માથાકૂટ
Loading...

ભાજપ માટે મંત્રીમંડળ તૈયાર કરવી મુશ્કેલ પડકાર હશે. 34 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ પદો માટે ભાજપમાં લગભગ 60 દાવેદાર છે. આ ઉપરાંત 10 બળવાખોર ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સામેલ કરવા પડશે. એવામાં પાર્ટીના અનેક સીનીયર નેતા નારાજ થઈ શકે છે.

આ પણ વાંચો, જે ચોટી પર શહીદ થયા હતા વિક્રમ બત્રા, 20 વર્ષ બાદ ત્યાં પહોંચ્યો જોડિયો ભાઈ

અયોગ્ય ઘોષિત

ગુરુવારે વિધાનસભાના સ્પીકર કે. આર. રમેશે ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોને પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય ઘોષિત કરતાં કહ્યું કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી સુધી એટલે કે 2023થી પહેલા ચૂંટણી નહીં લડી શકે.

14 મહિના ચાલી ગઠબંધન સરકાર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને 14 મહિના 116 ધારાસભયોની સાથે સરકાર ચલાવી. 1 જુલાઈએ કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામા બાદ છેલ્લા 23 દિવસથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલનો માહોલ હતો. રાજ્યમાં કુલ 15 ધારાસભ્યોના રાજીનામા બાદ 18 જુલાઈએ ફ્લોર ટેસ્ટની તારીખ નક્કી થઈ હતી. પરંતુ વારંવાર હોબાળાના કારણે ફ્લોર ટેસ્ટ નહોતો થઈ શકતો. અંતે ફ્લોર ટેસ્ટમાં હાર્યા બાદ એચડી કુમારસ્વામીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશમાં બીજેપીને ફટકો, પાર્ટીના 2 MLA કોંગ્રેસ સાથે આવ્યા
First published: July 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...