કર્ણાટક ચૂંટણી: બનાવટી 10,000 વોટર આઈડી કાર્ડ મળતાં તપાસના આદેશ

News18 Gujarati
Updated: May 9, 2018, 8:24 AM IST
કર્ણાટક ચૂંટણી: બનાવટી 10,000 વોટર આઈડી કાર્ડ મળતાં તપાસના આદેશ

  • Share this:
કર્ણાટકમાં 12 મેના રોજ ચૂંટણી થવાની છે ત્યારે બેંગ્લૂરૂમાં બનાવટી વોટર આઈડી કાર્ડ મળ્યાં હતાં. જે પછી પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા કર્ણાટકના મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે અમે બેંગ્લૂરૂના આરઆર નગરના એક ફ્લેટમાંથી 9746 વોટર આઇડી કાર્ડ મળ્યાં છે. પ્રાથમિક તપાસમાં આ બધા જ વોટર આઈડી કાર્ડ સાચ્ચાં લાગે છે. પરંતુ આ પાછળ આખો મામલો શું છે તે તો તપાસ પછી જ સામે આવશે. તેમણે આશ્વાસન આપતાં કહ્યું કે આ મામલાથી જોડાયેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કર્ણાટકના મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે આ મામલામાં એફઆઈઆર કરી છે અને જલ્દી જ તપાસ પણ થશે. તેમણે કહ્યું કે ચૂંટણી આયોગ આ મામલાની તપાસ ઘણું ધ્યાન રાખીને કરશે.

હાલમાં પોલીસ તેમજ ચૂંટણી પંચના અધિકારીઓએ વોટર કાર્ડ સહિતની બધી જ વસ્તુઓ જપ્ત કરી લીધી છે. પંચે આ મામલાને ગંભીર ગણીને તપાસ કરવાનો વાયદો કર્યો છે. જોકે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને પછી જ કોઈ નક્કર માહિતી આપી શકાશે.
પ્રારંભિક તપાસ પરથી માહિ્તી મળી છે મોટાભાગના વોટર કાર્ડ રાજરાજેશ્વરી નગર મતદાન વિસ્તારના છે. અહીં 4,35,439 મતદાતા છે. બીજેપીએ આ કાંડ પછી રાજરાજેશ્વરીની ચૂંટણી રદ કરવાની માગણી કરી છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં સટ્ટા બજાર બરાબર ગરમાયું છે, મળતી માહિતી પ્રમાણે દિલ્હી, મુંબઈ અને કર્ણાટકમાં અંદાજિત 2800થી 3000 કરોડનો સટ્ટો રમાય તેવી શક્યતાઓ છે.

ગૌડાએ કોંગ્રેસ સાંસદ પર આરોપ લગાવ્યો છે કે પોતાની તાકાતના દમ પર એમએલએ વોટલ લિસ્ટમાં બનાવટી નામ ઉમેરવા માટે અધિકારીઓ પર દબાણ કરી રહ્યાં છે. આ ઘટના સામે આવ્યાં પછી કર્ણાટક રાજ્ય ચૂંટણી આયોગે તરત જ સક્રિયતા બતાવી હતી.

એડીઆર રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, કર્ણાટક ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂકેલા લોકોમાંથી 833 લોકો કરોડપતિ છે જ્યારે 645 ગુનેગાર છે. તેમની સામે નાના મોટા ગુના દાખલ કરવામાં આવેલા છે. ઉમેદવારોના સોગંદનામાની વિગતો આધારે તારણો જાહેર કરવામાં આવ્યા છે. ફોજદારી કેસોનો સામનો કરી રહેલા ઉમેદવારોમાં બીજેપી મોખરે છે.
First published: May 9, 2018, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading