Home /News /national-international /

કર્ણાટક ચૂંટણી: યેદિયુરપ્પા લડશે ચૂંટણી, BJPએ બહાર પાડી 72 ઉમેદવારોની યાદી

કર્ણાટક ચૂંટણી: યેદિયુરપ્પા લડશે ચૂંટણી, BJPએ બહાર પાડી 72 ઉમેદવારોની યાદી

    ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાક મહિનાની યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી છે.ભાજપે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાને શિકારીપુરાના પોતાના ઉમેદવાર બનાવ્યા છે.આ સીટ યેદિરૂપ્પાએ મોટા દીકરા બીવાય રાઘવેન્દ્રએ પોતાના પિતા માટે ખાલી કરી છે.

    પાર્ટી દ્વારા જારી પ્રથમ લિસ્ટમાં પ્રદેશ પાર્ટી અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાનું નામ સામેલ છે.યેદુરૂપ્પા પોતાની પરંપરાગત સીટ શિમોગાથી ચૂંટણી લડશે.આપને જણાવી દઇએ કે કર્ણાટકમાં 12 મેએ ચૂંટણી યોજાશે. કર્ણાટક કોંગ્રેસ 224 સીટોવાળી વિધાનસભા માટે ઉમેદવારોની જાહેરાત 15 એપ્રિલ સુધીમાં કરશે.ત્યારબાદ પાર્ટીની સ્કીનિંગ કમિટીની બેઠક યોજાશે.વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારોની દી 15 એપ્રિલ સુધીમાં જારી કરશે.

    ઉમેદવારોની યાદી



    -ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

    કર્ણાટક ચૂંટણી માટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાની વાળી કોંગ્રેસ સરકારે એક વર્ષ પહેલા જ તૈયારી શરૂ કરી દીધી હતી.કારણ કે વિપક્ષી દળો પાછળ ધકેલાઇ શકે.સત્તા જમાવવા પર શરૂઆતમાં જ મુખ્ય વિપક્ષી દળ ભાજપ બીએસ યેદુરૂપ્પાએ પર નિર્ભર છે.



    2008માં ભાજપે યેદિયુરપ્પાના નેતૃત્વમાં ચૂંટણી અને એડીએસ પર  વિશ્વાસઘાતનો આરોપ લગાવતા મોટી જીત હાંસલ કરી હતી.2013માં કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.આરોપ લાગ્યો કે આ વખતે ચૂંટણીમાં નવ મુદ્દો સામે આવ્યો છે.મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિકાસના નામ પર ચૂંટણી લડી રહ્યા છે.આ ઉપરાંત અદ્યસંખ્યક દળ સમુદાય લિંગાયતે પણ ચૂંટણી મુદ્દો બનાવી રાખ્યો
    છે.



    ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની જનતા દળ-સેક્યુલર(એડીએસ)પણ પોતાની કિસ્મત અજમાવી રહી છે.એડીએસ છેલ્લા 11 વર્ષ સત્તાથી બહાર છે.આ સમયે વધુ એક હારથી એડીએસનો સફાયો થઇ શેકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Karnataka assembly, ચૂંટણી

    આગામી સમાચાર