Home /News /national-international /Karnataka Election Dates 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ, એક તબક્કામાં યોજાશે મતદાન

Karnataka Election Dates 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ, એક તબક્કામાં યોજાશે મતદાન

karnataka assembly election 2023

હાલમાં 224 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે અને ભાજપ સત્તામાં છે. જો કે, 2018માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 80 અને જેડીએસને 37 સીટો પર જીત મળી હતી. ભાજપને અહીં 104 સીટ પર જીત મળી હતી અને સૌથી મોટી પાર્ટી બની હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા આજે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 13 એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે. 20 એપ્રિલથી ઉમેદવારી ભરવાનું શરુ થશે. 21થી 23 એપ્રિલ સુધી નામાંકનની સમીક્ષા કરશે. 24 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ હશે. કર્ણાટકમાં મતદાન 10 મેના રોજ એક તબક્કામાં યોજાશે અને 13મેના રોજ પરિણામ આવશે.



  • 10 મેના રોજ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાશે

  • 13 મેના રોજ મતગણતરી કશે

  • એક તબક્કામાં યોજાશે મતદાન


80 વર્ષથી મોટી ઉંમરના લોકો અને દિવ્યાંગ ઘરથી વોટ આપી શકશે


મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવી એ અમારી પ્રાથમિકતા છે. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટ છે. ચૂંટણી પંચનો નિર્ણય છે કે, 80 વર્ષથી મોટી ઉંમર અને દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરી શકશે.

આ પણ વાંચો: VIDEO: અહીં મળે છે તેલ અને બટર વિના તૈયાર થયેલા છોલે, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું થશે મન

5.22 કરોડ કુલ મતદાર


મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એટલા માટે અમે કોઈ પણ હાલમાં આ ચૂંટણી સંપન્ન કરવા માગીએ છીએ. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, કર્ણાટક વિધાનસભામાં નવા મતદારો, જનજાતિય સમુદાય અને ટ્રાંસજેન્ડર પર ખાસ ભાર આપવામા આવશે. 12.15 લાખથી વધારે મતદારો 80 વર્ષથી ઉપરના છે. 276 મતદારો 100 વર્ષથી વધારે ઉંમરના છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિશેષ આઉટરીચ કરશે. કુલ 5.22 કરોડ મતદાર છે, જેમાં પુરુષ 2.62 કરોડ અને મહિલાઓ 2.59 કરોડ છે.

આ પણ વાંચો: એક ડૂબકી લગાવો અને દૂબળા-પાતળા લોકો થઈ જશે જાડા, અહીં આવેલ છે આ ચમત્કારિક તળાવ

2018 વિધાનસભા ચૂંટણીની સ્થિતી


વર્ષ 2018માં કોંગ્રેસ અને જેડીએસે મળીને સરકાર બનાવી અને એચડી કુમારાસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. લગભગ 14 મહિના બાદ કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનની સરકાર પડી ગઈ. બીએસ યેદિયુરપ્પાએ કોંગ્રેસને બળવા ધારાસભ્યોની મદદથી ભાજપની સરકાર બનાવી. જો કે, 2 વર્ષ બાદ યેદિયુરપ્પાને પણ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે રાજ્યના સીએમ બદલવાનો નિર્ણય લીધો અને બસવરાજ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના ઉત્તરાધિકારી તરીકે પસંદ થયાં.
First published:

Tags: Karnataka Election

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો