Home /News /national-international /અમુક લોકો લોલીપોપ બતાવી કર્ણાટક ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છે: મોદી

અમુક લોકો લોલીપોપ બતાવી કર્ણાટક ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યાં છે: મોદી

    કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન છે. બીજેપીએ તમામ સીટો પર ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ ગુરૂવારે આજે પાર્ટી ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે નમો એપ દ્વારા 'સીધી વાત' કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે કેટલાક દળ લોલીપોપ દેખાડીને કર્ણાટક ચૂંટણી જીતવાની નાકામ પ્રયત્ન કરી રહ્યાં છે. કોંગ્રેસ મુક્ત થયા પછી રાજનીતિનું શુધ્ધિકરણ થશે. પીએમે કર્ણાટક ચૂંટણીમાં જનતાને અપીલ કરતાં કમળ ખીલવવાની વાત કરી હતી.

    મોદીએ કહ્યું,'જો તમે ગત ચૂંટણીને જુઓ તો તમને લાગશે કે કેટલીક રાજનૈતિક પાર્ટીઓએ પોતાના ફાયદા માટે ધર્મના નામે સમાજને વહેંચવાનું કામ કર્યું હતું. આ લોકોએ કેટલાક સમુદાયની ભાવનાઓનું શોષણ કર્યું અને ચૂંટણી જીત્યા પછી તેમને બાજુમાં મુકી દીધા. અમારી પાર્ટી એવું નથી કરતી. બીજેપી ગરીબો અને શોષિતોની પાર્ટી છે.'

    પીએમે કોંગ્રેસ પર સીધા પ્રહારો કરતાં કહ્યું કે કેટલાક જાતિને ચૂંટણી પહેલા લોલીપોપ પકડાવે છે અને પછી ચૂંટણીમાં તેમનો ઉપયોગ કરે છે. કેન્દ્રમાં કોંગ્રેસની પૂર્વ સરકાર સાથે સરખામણી કરતાં તેમણે કહ્યું કે UPAના ચાર વર્ષના કાર્યકાળમાં કર્ણાટકમાં 8700 કરોડ રૂપિયના રોડ માટે ખર્ચ થયો. જ્યારે એનડીએની સરકારે રાજ્યમાં રોડ માટે 27000 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. નેશનલ હાઇવે નિર્માણ તેમના સમયમાં 4 વર્ષમાં 1 હજાર કિલોમીટર સુધી પણ નહોતું થયું અમે 1750 કિલોમીટરનું કામ કર્ણાટકમાં કર્યું છે.

    પીએમે કહ્યું કે, અમે બાળકોના અભ્યાસ, વૃદ્ધઓની દવા અને યુવાનો માટેની રોજગારી પર ફોકસ કરવા માંગીએ છીએ. ગરીબીથી મુક્તિ ઇચ્છીએ છીએ તો ગરીબોને મજબૂત કરવા પડશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની 2022ની યોજનાઓને અનુકૂળ રાજ્યમાં સરકાર બનાવો. તેમણે કહ્યું કે અમારા સંગઠનની શક્તિ એટલી છે કે કોઇપણ ચૂંટણીમાં પરાજય આપી શકે તેમ નથી. તેઓ નાણાં, જુઠ્ઠ, પરિવારવાદ, વંશવાદ, જાતિવાદના આધાર પર ચૂંટણી લડે છે. અમે એકતા, સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઇ આગળ વધીએ છીએ.

    પીએમે કર્ણાટકની જનતાને કહ્યું કે, '12 મેના રોજ તમે જે સરકારની પસંદગી કરવા માંગો છો તે આઝાદીના 75 વર્ષ પુરા થશે ત્યાં સુધી એટલે 2022 સુધા રહેશે. હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે એવી સરકારની પસંદગી કરો જે કેન્દ્ર સરકારના ન્યૂ ઇન્ડિયાને સાથે રાખીને ચાલે.'

    નોંધનીય છે કે કર્ણાટકમાં 12 મેના રોજ ચૂંટણી છે અને 15 મેના રોજ પરિણામોની જાહેરાત થશે. આ પહેલા 1 મેથી પીએમ મોદી રાજ્યમાં ચૂંટણી અભિયાનની શરૂવાત કરશે. આ દરમિયાન પીએમ એક પછી એક ઘણી રેલીઓને સંબોધિત કરશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: BJP Karnataka election, Namo app, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन