કર્ણાટક ચૂંટણી: ટિકિટ વહેંચણીથી નારાજ કોંગ્રેસીઓનું પ્રદર્શન, પાર્ટી ઓફિસમાં કરી તોડફોડ

News18 Gujarati
Updated: April 16, 2018, 4:42 PM IST
કર્ણાટક ચૂંટણી: ટિકિટ વહેંચણીથી નારાજ કોંગ્રેસીઓનું પ્રદર્શન, પાર્ટી ઓફિસમાં કરી તોડફોડ
News18 Gujarati
Updated: April 16, 2018, 4:42 PM IST
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે, ત્યારબાદ કોંગ્રેસ નેતાઓના બાગી થવાના લક્ષણો દેકાઈ રહ્યા છે. ટિકિટ કપાતા નારાજ થયેલ કોંગ્રેસ નેતાઓએ સોમવારે રાજ્યમાં ઠેર-ઠેર પ્રદર્શન કર્યું. જ્યારે, કોંગ્રેસ નેતા રવિકુમારના સમર્થકોએ માંડ્યા સ્થિત પાર્ટીની ઓફિસમાં જબરદસ્ત તોડફોડ પણ કરી.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ કોંગ્રેસ ઓફિસમાં પાર્ટી નેતાઓ અને કાર્યકરોના હંગામાનો વીડિયો પણ જાહેર કર્યો છે. રવિ કુમાર સિવાય કોંગ્રેસ નેતા બૃજેશ કલપ્પાએ ટિકિટ નહીં મળવા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. કલપ્પા વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના માટે લોબિંગ કરતા આવ્યા છે.

કોંગ્રેસ મોવડીમંડળ સામે પોતાની નારાજગી જાહેર કરવા માટે પાર્ટીના બાગી નેતા પોતાના સમર્થકો સાથે ચિત્તૂર, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આવાસ બહાર અને અન્ય જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. આ સિવાય કેટલીક જગ્યાઓ પર હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.


Loading...

તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 12 મેના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 218 ઉમેદવારોનું પોતાનું પહેલું લિસ્ટ રવિવારે જાહેર કર્યું છે. આમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ચામુંડેશ્વરી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ને વરૂણા વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી છે. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. કોંગ્રેસે હવે બાકીની 6 સીટ પર ઉમેદવારના નામ હજુ જાહેર નથી કર્યા.

આ પહેલા બીજેપી પણ કર્ણાટક ચૂંટણી માટે પોતાનું પહેલું લિસ્ટ જાહેર કરી ચુકી છે. આ લીસ્ટમાં કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી. એસ. યેદિયુરપ્પા શિકારીપુરા બેઠક પરથી ચૂંટણીમાં ઉતરશે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर