તમારે કેવી સરકાર જોઈએ? કમિશનવાળી કે મિશનવાળી- કર્ણાટકમાં PM

 • Share this:
  ત્રિપુરામાં વિધાનસભા ઈલેક્શન ખત્મ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) કર્ણાટકની વાટ પકડી છે. પીએમ મોદીએ કર્ણાટક સીએમ સિદ્ધારમૈયાની હાજરીમાં સોમવારે મૈસૂરથી ઉદયપુર વચ્ચે ચાલનાર પેલેસ ક્વીન હમસફર એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું.

  ઉદ્ધાટન સમયે મોદીએ કહ્યું કે, તમે દેશના ગરીબથી ગરીબ વ્યક્તિની જરૂરતોને પૂરી કરવા માંગતા હો તો તેના માટે જરૂરી છે કે, દેશના નેટવર્કને મજબૂત બનાવવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે, પાછલા ત્રણ વર્ષોમાં તેમની સરકાર આ કોશિશમાં જ લાગેલી છે. પીએમે કહ્યું કે, પેલેસ એક ઐતિહાસક પગલું છે જે કર્ણાટક અને રાજસ્થાનમાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

  કર્ણાટક રાજ્યની કોંગ્રેસ સરકારને કમિશનવાળી સરકાર ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ કોઈપણ કામ કરવા માટે 10 ટકા કમિશન લે છે. મોદીએ કર્ણાટકની જનતાને પૂછ્યું કે, તેમને મિશનવાળી જનતા જોઈએ કે, કમિશનવાળી?  કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ કહ્યું કે, આઝાદી બાદ 70-80 ટકા સમય સુધી તમારી પાર્ટીએ દેશ પર શાસન કર્યું. મોદીએ કોંગ્રેસને સંબોધિને કહ્યું કે, તમે આજે જનતા માટે સુવિધાઓ માંગી રહ્યાં છો, જો તમને જનતાની જરૂરતોની પહેલા ખબર હતી તો 50 વર્ષો સુધી તમારા હાથમાં સત્તા હતી ત્યારે જનતાની જરૂરતો કેમે પૂરી ન કરવામાં આવી?

  પીએમે કહ્યું, જેમને 50 વર્ષો સુધી કામ ન કર્યું તેઓ આજે કામ કરી આપવાનું વચન આપે તે શોભે ખરૂ? શું તમે આવા લોકો પર વિશ્વાસ કરશો? મોદીએ કહ્યું, વર્ષ 2022માં ભારત પોતાની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરશે. અમારે એવા ભારતના નિર્માણની દિશામાં કામ કરવું છે કે જેના સપના સ્વતંત્રતા સેનાનીઓએ જોયા હતા.

  પીએમની જાહેરાતો

  - મૈસૂરમાં 800 કરોડના ખર્ચે વર્લ્ડ કલાસ સેટેલાઈટ સ્ટેસન બનાવામાં આવશે, જે દેશના પસંદગીના મોર્ડન સ્ટેશનોમાંથી એક હશે.
  - બેંગ્લોર-મૈસૂર નેશનલ હાઈવેને પહોળા કરવામાં આવશે. આના માટે 6400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
  Published by:Mujahid Tunvar
  First published: