Karnataka: હિજાબ પહેરીને સ્કૂલ પહોંચેલી 58 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામા આવી
Karnataka: હિજાબ પહેરીને સ્કૂલ પહોંચેલી 58 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામા આવી
પ્રતિકાત્મક તસવીર
કર્ણાટક (Karnataka)માં હિજાબ (Hijab)ને લગતા મામલામાં હાઈકોર્ટ (karnataka High Court)નો નિર્ણય આવવાનો બાકી છે, પરંતુ આ મુદ્દે રાજ્યમાં મુસ્લિમ વિદ્યાર્થિની (Muslim Students)ઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે
કર્ણાટક (Karnataka)માં હિજાબ (Hijab)ને લગતા મામલામાં હાઈકોર્ટ (karnataka High Court)નો નિર્ણય આવવાનો બાકી છે, પરંતુ આ મુદ્દે રાજ્યમાં મુસ્લિમ વિદ્યાર્થિની (Muslim Students)ઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શનિવારે રાજ્યના કેટલાક ભાગોમાં છોકરીઓ હિજાબ પહેરીને તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં આવી હતી પરંતુ કોર્ટના આદેશોને ટાંકીને તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યાં જ પ્રી-યુનિવર્સિટી કોલેજ એડમિનિસ્ટ્રેશન સામે વિરોધ કરવા અને હિજાબ હટાવવાનો ઇનકાર કરવા બદલ શિવમોગા જિલ્લાના શિર્લાકોપ્પામાં 58 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
એક વિદ્યાર્થીએ પત્રકારોને જણાવ્યું કે સસ્પેન્ડ કરાયેલી વિદ્યાર્થિનીઓને કોલેજમાં ન આવવા માટે કહેવામાં આવ્યું છે. શનિવારે પણ વિદ્યાર્થિનીઓ કોલેજમાં આવી હતી, હિજાબ પહેરવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, અમે અહીં પહોંચ્યા પરંતુ પ્રિન્સિપાલે અમને કહ્યું કે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અમારે કોલેજ આવવાની જરૂર નથી. પોલીસે પણ અમને કોલેજમાં ન આવવા કહ્યું હતું છતાં અમે આવ્યા હતા પરંતુ અમારી સાથે કોઇએ વાત કરી ન હતી.
દાવણગેરે જિલ્લાના હરિહર ખાતે આવેલી SJVP કોલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ અંગે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તે હિજાબ ઉતાર્યા વિના અંદર નહીં જાય અને તે તેના માટે શિક્ષણ જેટલું જ મહત્વપૂર્ણ છે અને તે પોતાનો અધિકાર છોડી શકે નહીં. બેલાગવી જિલ્લાની વિજય પેરામેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે હિજાબના મુદ્દાને કારણે સંસ્થાએ અનિશ્ચિત રજા જાહેર કરી છે.
એક છાત્રાએ કહ્યું, “અમે હિજાબ વિના બેસીશું નહીં. કોલેજે સમજવું જોઈએ કે તે આપણા શિક્ષણને શું અસર કરી શકે છે. આચાર્ય અમારી વાત સાંભળતા નથી. આવી જ સ્થિતિ બલ્લારીમાં સરલા દેવી કોલેજ અને કોપ્પલ જિલ્લામાં ગંગાવતી ખાતેની સરકારી કોલેજમાં જોવા મળી હતી. રામનગર જિલ્લાના કુદુર ગામમાં કેટલીક વિદ્યાર્થિનીઓએ કોલેજના મેદાનમાં વિરોધ કર્યો જ્યારે તેમને ક્લાસરૂમની અંદર જવા દેવામાં ન આવ્યા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર