કર્ણાટક ચૂંટણીઃ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત નિશ્ચિત,ભાજપને ફટકો?

News18 Gujarati
Updated: May 12, 2018, 7:19 PM IST
કર્ણાટક ચૂંટણીઃ એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત નિશ્ચિત,ભાજપને ફટકો?
કર્ણાટકમાં ત્રણ મહિનાથી વધારે ચાલેલા ચૂંટણી અભિયાન પછી શનિવારે સવારથી મતદાન થઇ રહ્યું છે. 222 સીટો ઉપર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.

કર્ણાટકમાં ત્રણ મહિનાથી વધારે ચાલેલા ચૂંટણી અભિયાન પછી શનિવારે સવારથી મતદાન થઇ રહ્યું છે. 222 સીટો ઉપર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.

  • Share this:
કર્ણાટકમાં ત્રણ મહિનાથી વધારે ચાલેલા ચૂંટણી અભિયાન પછી શનિવારે સવારથી મતદાન થઇ રહ્યું છે. 222 સીટો ઉપર સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણીનું પરિણામ 15 મેના દિવસે આવશે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે સાંજે 6 વાગ્યા સુધીમાં 70  ટકા સુધી મતદાન પહોંચ્યું હતું.મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, એવું લાગી રહ્યું છે કે દેશમાં મોટા ભાગના રાજ્યમાં જીત મેળવ્યા બાદ કર્ણાટકમાં મોદીનો વિજયરથ અટકી શકે છે.

એક્ઝિટ પોલમાં કોંગ્રેસે બાજી મારી

કર્ણાટકમાં 222 સીટ પર યોજાઇ રહેલી ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. અહીં પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 64 ટકા વોટિંગ થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ જ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરાયા છે, જેમાં કોંગ્રેસની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. તો અન્ય બે એક્ઝિટ પોલમાં ભાજપની જીત થશે તેમ માનવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એક્સના પોલમાં કોંગ્રેસ 72-78 સીટ જ્યારે ભાજપને 102-110 સીટ મળવાનું અનુમાન છે. તો જેડીએસને 32-43 સીટ મળશે. તો રિપબ્લિક ટીવીના જન કી બાદ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 73-82 સીટ, ભાજપને 95-114 સીટ અને જીડીએસને 32-43 સીટ મળશે. તો ઇન્ડિયા ટુડેના પોલમાં કોંગ્રેસને 106-118 સીટ, ભાજપને 79-82 સીટ અને જીડીએસને 22-30 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 90.103 સીટ, ભાજપને 80-93 સીટ અને જેડીએસને 31-39 સીટ મળવાનું અનુમાન છે.

સ્થાનિક કન્નડ ચેનલ સુવર્ણા ચેનલના રિપોર્ટમાં કોંગ્રેસ 106થી 118 પર છે, જ્યારે ભાજપ 79-92 પર અને જેડીએસ 22થી 30 જ્યારે અન્યના ખાતામાં 1થી 4 સીટ. તો દુગ્વિજય ન્યૂઝ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ 76થી 80, ભાજપ 103થી 107 અને જેડીએસ 31થી 35 જ્યારે અન્યના ખાતામાં 4થી 8 સીટનું અનુમાન છે. તો આજતકના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ 106થી 118, ભાજપ 72થી 76, જેડીએસ 25થી 30 જ્યારે અન્યને 04થી 08 સીટ મળશે.

કર્ણાટકની 222 સીટો માટેના મતદાન થયું હતું.  સાંજે છ વાગ્યા સુધીમાં 70 કા મતદાન નોંધાયું હતું. બેંગાલુરુ અને બાદામી સીટ પર બૂથ બહાર બીજેપી અને કોંગ્રેસ સમર્થકોની વચ્ચે ઝપાઝપી થઇ હોવાના સમાચાર મળ્યા હતા. ઓવર ઓલ મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. જેના પગલે પોલીસે રાહતના શ્વાસ લીધા હતા.

સવારે 9 વાગ્યા સુધી 10.6 ટકા મતદાન જ્યારે 11 વાગ્યા સુધી 24 ટકા મતદાન નોંધાયું હતું. કર્ણાટકમાં વિવિધ જગ્યાએથી અનેક હસ્તીઓ મતદાન કર્યું હતું. જેમાં પૂર્વ ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેએ પોતાના પરિવાર સાથે બેંગ્લુરુમાં મત આપ્યો હતો. આ ઉપરાંત એચડી દેવેગોડાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ અનેક નેતાઓ અને હસ્તીઓએ મતદાન કર્યું હતું.રાજ્યમાં કુલ 224 સીટો પૈકી બે સીટો માટે મતદાન સ્થગિત રખાયું

રાજ્યમાં કુલ 224 સીટો છે. પરંતુ બે સીટો ઉપર આજે મતદાન સ્થગિત છે. એક સીટ ઉપર મતદાન બીજેપીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બી એન વિજયકુમારના નિધન થવાથી સ્થગિત રાખવામાં આવ્યું છે. બીજી તરફ આરઆર નગર બેઠક ઉપર મતદાન ઓળખ પત્ર મળવાની ફરિયાદ બાદ વોટિંગ સ્થગિત રાખવામાં આવ્યું છે. આ માટે 28 મેના દિવસે મતદાન કરાશે.

જનતા દળ સેકુલર કિંગમેકરની ભૂમિકા નિભાવી શકે

મોટા ભાગે સર્વે અને ઓપિનિયન પોલ અનુસાર સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ સત્તા માટે મજબૂત દાવેદાર છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગોડાનું જનતા દળ સેકુલર કિંગમેકરની ભૂમિકા નિભાવી શકે છે.રાજ્યમાં 4.98 કરોડમાં 4,552 ટ્રાન્સજેડર મતદારો

રાજ્યમાં 4.98 કરોડથી વધારે મતદારો છે. જે 2600થી વધારે ઉમેદવારો વચ્ચે પોતાના પ્રતિનિધિને ચૂંટશે. આ મતદારોમાં 2.52 કરોડથી વધારે પુરુષો, આશરે 2.44 કરોડ મહિલાઓ અને 4,552 ટ્રાન્સજેડર છે.રાજ્યમાં 55,600થી વધારે મતદાન કેન્દ્ર બનાવ્યા

ચૂંટણી કાર્યાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 55,600થી વધારે મતદાન કેન્દ્ર બનાવ્યા છે. કેટલાક સહાયક મતદાન કેન્દ્રો પણ બનાવ્યા છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે 3.5 લાખથી વધારે કર્મચારીઓ ફરજ પર તૈનાત કરા
First published: May 12, 2018, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading