કર્ણાટક : ચાર વ્યક્તિએ મહિલા પર ગેંગ રેપ કર્યો, બોયફ્રેન્ડને પથ્થરોથી માર્યો માર

પ્રતિકાત્મક તસવીર

બોયફ્રેન્ડે કોઈ કામથી બાઇક રોકી ત્યારે અજાણ્યા શખ્સોએ મહિલાને કિડનેપ કરી અને રોડની નીચે ઢસડી જઈ દુષ્કર્મ આચર્યુ

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : રાજસ્થાનના અલવરમાં પતિની સામે મહિલાના ગેંગ રેપની શાહી સુકાઈ નથી ત્યાં મૈસૂરમાં ધોળે દિવસે ચકચાર મચાવનારી ગેંગ રેપની ઘટના સામે આવી છે. અહીંયા બુધવારે ચાર વ્યક્તિએ એક મહિલા સાથે ગેંગ રેપ કર્યો હતો. ઘટા કર્ણાટકના મૈસૂરના લિંગમબુધિ પાલ્યાની છે. હકીકતે મહિલા અને તેનો બૉફ્રેન્ડ ઘરે જઈ રહ્યાં હતા ત્યારે અચાનક રસ્તામાં બાઇક રોકી હતી. દરમિયાન અજાણ્યા શખ્સોએ મહિલાને કિડનેપ કરી અને રોડની નીચે ઢસડી લીધી હતી. ચાર શખ્સોએ મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યુ અને જ્યારે બોયફ્રેન્ડે રોકવાનો પ્રયાસ કર્યો તો તેની પર પથ્થરોથી હુમલો કર્યો હતો.

  આ ઘટના બાદ બંને વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતાની તબિયત હોસ્પિટલમાં સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. મૈસૂર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને પોલીસ અધિક્ષકની સૂચના પર આઠ ટીમો આરોપીની શોધખોળ કરી રહી છે.

  ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અહીં જાણો :  આ પણ વાંચો : અમદાવાદ: જાહેરમાં જ પ્રેમીએ છરીનાં ઘા મારી પ્રેમિકાની કરી હત્યા, 2ની ધરપકડ

  પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનના આધારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આરોપીઓએ દારૂના નશામાં આ દુષ્કર્મ આચર્યુ હોવાની પણ ચર્ચા છે. આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગતા પરંતુ અંધારાનો સમય હોવાના કારણે પીડિતા તેમના ચહેરાનું વિવરણ કરી શકી નથી. હવે પોલીસ ઘટના સ્થળે એક્ટિવ મોબાઇલના ટાવરના આધારે લોકેશન મેળવી અને ઘટનાને સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહી છે.
  Published by:Jay Mishra
  First published: