તરતા નહોતું આવડતું છતાંય નદીમાં નહાવા ઉતર્યા 4 દોસ્ત, ડૂબી જવાથી 3નાં મોત

News18 Gujarati
Updated: July 17, 2020, 7:38 AM IST
તરતા નહોતું આવડતું છતાંય નદીમાં નહાવા ઉતર્યા 4 દોસ્ત, ડૂબી જવાથી 3નાં મોત
ઊંડા પાણીમાં ફસાયેલા દોસ્તને બચાવવા બીજા બે દોસ્તોએ જીવની બાજી લગાવી, આવ્યું કરૂણ અંજામ

ઊંડા પાણીમાં ફસાયેલા દોસ્તને બચાવવા બીજા બે દોસ્તોએ જીવની બાજી લગાવી, આવ્યું કરૂણ અંજામ

  • Share this:
કરનાલ, હરિયાણાઃ સિટી કરનાલ (Karnal)ના ડેરા સંજયનગરના 4 યુવક યમુના નદી (Yamuna River)માં નહાવા માટે ગયા હતા. પહેલા ચારેય ઓછા ઊંડા પાણીમાં ઉતર્યા અને નહાતા-નહાતા યમુનાના ઊંડા પાણી તરફ પહોંચી ગયા. પરિજનોએ જણાવ્યું કે સંજૂ, અમિત તથા મનોજ ઊંડા પાણીમાં ફસાઈ ગયા. આ ત્રણેયમાંથી કોઈને પણ તરતા નહોતું આવડતું. પહેલા એક દોસ્ત ડૂબવા લાગ્યો તો બીજો તેને બચાવવા માટે આગળ વધ્યો, જ્યારે બંને નદીમાં ડૂબવા લાગ્યા તો ત્રીજો દોસ્ત તેમને બચાવવા માટે ઊંડા પાણી તરફ આગળ વધ્યો અને એક-બીજાને બચાવવાના ચક્કરમાં ત્રણેય યુવક નદીમાં ડૂબી ગયા.

ચોથો દોસ્ત બહાર આવી ગયો અને ત્રણેયના ડૂબવાની જાણ યુવકોના પરિજનોને કરી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા. ઘટનાની જાણ થયા પ્રશાસનિક અધિકારીઓના નિર્દેશ પર પોલીસ સ્ટેશન પ્રભારી મનોજ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગામ લોકોની મદદથી યુવકોની શોધ શરૂ કરી. થોડા કલાક બાદ સંજૂની લાશ બહાર કાઢવામાં આવી. સંજૂ પોતાના પરિવારનો એકમાત્ર સંતાન હતો.

આ પણ વાંચો, હૉસ્પિટલે માફ કર્યું કોરોના પોઝિટિવનું દોઢ કરોડનું બિલ, ટિકિટ કરાવી દુબઈથી ભારત મોકલ્યા

ડાઇવર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ડાઇવર્સની ટીમ મોટરબોટની સાથે ઘટનાસ્થળે પહોંચી અને અમિત તથા મનોજની શોધખોળ શરૂ કરવામાં આવી. ડાઇવર્સે ગામ લોકોની સાથે મળી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. બપોરે લગભગ એક વાગ્યે ઘટનાસ્થળથી લગભગ પાંચ કિલોમીટર દૂર અમિતની લાશ મળી. લાશ નદીમાં એક ટીલા પર ફસાઈ ગઈ હતી.

આ પણ વાંચો, મોદી સરકાર 20 જુલાઈએ લાગુ કરી શકે છે કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ, પહેલીવાર મળશે આ અધિકાર

લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી : ડાઇવર્સ અને ગામ લોકોએ લાશોને બોટમાં લઈને ઘટનાસ્થળ સુધી લઈને આવ્યો. ડાઇવર્સે લાશોને કિનારે મૂકી તે સમયે જ મનોજની લાશ પણ મળી હોવાની જાણ થઈ. ટીમ મોટરબોટ લઈને ઘટનાસ્થળે પહોંચી અને મનોજની લાશને પણ નદીમાંથી બહાર કાઢી. પોલીસે તમામની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.
Published by: Mrunal Bhojak
First published: July 17, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading