કરનાલ : હરિયાણાના કરનાલ જિલ્લામાં એક છોકરીએ તેના પ્રેમીને માર મરાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મામલો જિલ્લાના સેક્ટર -9નો છે. જ્યાં આરોપીઓએ હુમલો કર્યો, તે સ્થળ નજીક સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ કેમેરાનું નિયંત્રણ પોલીસ પાસે હતું, પરંતુ બદમાશોએ તેમાં પણ ગોલમાલ કરી હતી. ત્યારબાદ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે, જે છોકરા પર હુમલો થયો હતો તેની સાથે એક છોકરીનું અફેર ચાલી રહ્યું હતું. યુવતીએ જ તેના ડ્રાઈવર સાથે મારપીટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. છોકરી પહેલા પરણેલી હતી, પછી તેના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અને આ દરમિયાન તેણે તે છોકરા સાથે અફેર રાખવાનું શરૂ કર્યું. છોકરી લગ્ન માટે રાજી હતી પણ છોકરાએ ના પાડી. જે બાદ છોકરી ગુસ્સે થઈ ગઈ અને તેના ડ્રાઈવરને લાલચ આપી યુવકને મારવાનું કહ્યું.
ડ્રાઈવરને આપી હતી આ લાલચ
હુમલાના બદલામાં યુવતીએ ડ્રાઇવરને મોબાઇલની લાલચ આપવામાં આવી હતી. ત્યારે, ડ્રાઈવરના મનમાં બીજા લડ્ડુ પણ ફૂટવા લાગ્યા કે, જો હું તે છોકરાને મારીશ, તો માલકીન ખુશ થશે અને મારી સાથે પણ અફેર ચાલશે. ત્યારબાદ ડ્રાઈવર તેના 6 સાથીઓ સાથે યુવકની દુકાને ગયો અને તેને માર માર્યો. દુકાનને પણ નુકસાન થયું હતું અને 2 લોકો ઘાયલ થયા હતા.
કહાનીમાં બીજો વળાંક
આ વાર્તામાં હજી એક બીજો ટ્વીસ્ટ છે. જે ડ્રાઇવર અને તેના મિત્રોએ મારપીટ કરી તેમનો અન્ય એક મિત્ર, જે સમગ્ર શહેરના સીસીટીવી કેમેરાને નિયંત્રિત કરે છે. સીસીટીવી કેમેરાની સ્ક્રીન પોલીસની સામે હોત, પરંતુ તેના સાથીએ ગુનાના સ્થળના 5 કેમેરા બંધ કરી દીધા હતા. જેથી પોલીસને કોઈ ફૂટેજ ન મળે. પણ પોલીસે તે સાબિત કરી દીધું, કે ભલે બદમાશ ગમે તેટલો બુદ્ધિશાળી હોય, પોલીસ તેની કરતા 2 ગણી આગળ છે. હાલમાં, આ આરોપીઓને રિમાન્ડ પર લઈને, પોલીસ મોબાઈલ, બાઇક અને હુમલાના હથિયારો રિકવર કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર