જન્મદિન જ બન્યો 'મૃત્યુદિન', કેનાલમાં ડૂબી જતા બે પાક્કા દોસ્તારના મોત, લગ્ન પ્રસંગ પહેલાં છવાયો માતમ

જન્મદિન જ બન્યો 'મૃત્યુદિન', કેનાલમાં ડૂબી જતા બે પાક્કા દોસ્તારના મોત, લગ્ન પ્રસંગ પહેલાં છવાયો માતમ
Karnal Friends Death : કરનાલમાં કરૂણાંતિકા, પાક્કા દોસ્તારોનો જીવન દીપક બૂઝાયો

જન્મદિને જ બૂઝાઈ ગયો 'દીપક,' મૃતદેહ મળ્યો એ દિવસે હિમાંશુનો પણ હતો જન્મદિવસ, દીપકની બહેન સાથે થવાના હતા હિમાંશુનાં મોટા ભાઈના લગ્ન

  • Share this:
    હિમાંશુ કુમાર, કરનાલ : કોઈ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે એવી દુ:ખદ ઘટના સામે આવી છે. બે પરિવારના જુવાનજોધ દીકરા કેનાલમાં નહાવા પડ્યા અને ડૂબી ગયા, આખરે બંનેનું મોત થયું. એથી વિશેષ મરનાર બંને યુવકો હતા પાક્કા દોસ્તાર, વધુમાં એક મિત્રની બહેનના બીજા મિત્રના મોટા ભાઈ સાથે 13મી તારીખે લગ્ન હતા. વિધિની વક્રતા કહો કે કહો નિયતીની ક્રૂરતા પરંતુ આ ઘટનાએ બે પરિવારને જિંદગી વેરવિખેર કરી નાખી છે.

    આ બનાવની વિગતો એવી છે કે દેશના હરયાણા (Haryana) રાજ્યમાં આવેલા કરનાલ (Karnal) જિલ્લામાં આવર્ધન નહેર પસાર થાય છે. અહીંયા દીપક અને હિમાંશુ નામના બંને પાક્કા દોસ્તારોના ડૂબી જવાથી મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આગામી 13મી મેના રોજ દીપકની બહેનના હિમાંશુના મોટા ભાઈ સાથે લગ્ન થવાના હતા.



    આ પણ વાંચો : સુરત : વરાછામાં કારખાનામાંથી ચોરાયા 23 લાખના હીરા, કારીગર જ કરી ગયો હતો 'કળા'

    આ પણ વાંચો : COVID : RTPCR ટેસ્ટ કીટને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશો

    લૉકડાઉનની સ્થિતિ અને ઘરમાં લગ્ન પ્રસંગ, કંટાળેલા બંને મિત્રો પહેલાં ક્રિકેટ રમવા ગયા અને ત્યારબાદ કાળ પોકારતો હોય એમ મધુબનની નહેરમાં નહાવા માટે ગયા. નહેરમાં લટકાવેલા દોરડા થકી પહેલાં દીપક નહાવા માટે કૂદ્યો પરંતુ પાણીના પ્રવાહમાં તેનું સંતુલન વિખાયું અને તે ડૂબવા લાગ્યો, દીપકને બચાવવા માટે હિમાંશું ગયો તે પણ તણાયો

    આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

    જે દિવસે નહેરમાં બંને મિત્રો ડૂબ્યા એ દિવસે દીપકનો જન્મદિવસ હતો. આમ દીપકનો જન્મદિવસ જ મૃત્યુદિન બન્યો, જ્યારે બે દિવસ બાદ જ્યારે શુક્રવારે મૃતદેહ મળ્યા તે દિવસે હિમાંશુનો જન્મદિવસ હતો. દીપકની બહેન અને હિમાંશુનો ભાઈ સપ્તપદીનાં સાત ફેરા ફરે તે પહેલાં બંને યુગલોએ પોતાના ભાઈ ગુમાવી દીધા. નવવધુ શોળે શણગાર સજે એ પહેલાં જ લગ્નવાળા ઘરમાં છવાઈ ગયો ઘોર માતમ

    આ પણ વાંચો : રાજકોટ : Coronaની બીજી લહેરમાં સૌથી વધુ મોત ગ્રામ્ય વિસ્તારની 25-60 વર્ષની સ્ત્રીઓનાં થયા, ચોંકાવનારું તારણ

    પોલીસે ઘટના સ્થળે જઈ અને દીપક અને હિમાંશુના મૃતેદહનો કબ્જો મેળવ્યો છે. આશાસ્પદ યુવકોનાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. જોકે, લગ્નના સારા પ્રસંગની ખુશીઓમાં બે બે જુવાનજોધ લોહીનાં મોતથી બે પરિવારની ખુશીઓ વેરવિખેર થઈ ગઈ છે. આ ઘટના ભલભલા લોકોને આઘાત આપી શકે છે.
    Published by:Jay Mishra
    First published:May 08, 2021, 10:19 am

    ટૉપ ન્યૂઝ