શ્રીનગર : ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ (rajnath singh)જમ્મુ કાશ્મીરમાં (jammu kashmir)કારગિલ વિજય દિવસના (kargil vijay diwas)ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યું કે દેશની સેવામાં પોતાના પ્રાણ આપનાર શહીદોને આપણે આજે યાદ કરી રહ્યા છીએ. આપણી સેનાએ હંમેશા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. 1999ના યુદ્ધમાં આપણા ઘણા વીર જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી, હું તેમને નમન કરું છું. કારગિલ વોર મેમોરિયલમાં 24 થી 26 જુલાઇ સુધી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 1962માં ચીને લદ્દાખમાં આપણા ક્ષેત્ર પર કબજો કર્યો હતો. ત્યારે પંડિત નહેરુ આપણા દેશના પ્રધાનમંત્રી હતા. હું તેમની નિયતિ પર સવાલ ઉઠાવીશ નહીં. ઇરાદા સારા હોઇ શકે છે પણ આ નીતિયો પર લાગુ થતા નથી. હું પણ એક વિશેષ રાજનીતિક દળથી આવું છું પણ હું ભારતના કોઇપણ પ્રધાનમંત્રીની ટીકા કરવા માંગતો નથી. કોઇની નીતિયોને લઇને આપણે ટીકા કરી શકીએ છીએ પણ કોઇની નિયતિને લઇને સવાલ ઉઠાવી શકીએ નહીં. જોકે ભારત આજે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક છે.
રાજનાથ સિંહે કહ્યું કે 1962માં આપણા દેશના લોકોએ જે નુકસાન ઉઠાવવું પડ્યું તેનાથી દેશ સારી રીતે પરીચિત છે. તે નુકસાનની ભરપાઇ આજ સુધી થઇ શકી નથી. તેમણે કહ્યું કે દેશ આજે જે ઝડપથી આગળ વધી રહ્યો છે હું ડંકાની ચોટ પર કહેવા માંગીશ કે હવે ભારત કમજોર રહ્યું નથી પણ દુનિયામાં તાકાતવર દેશ બનતો જઈ રહ્યો છે.
રાજનાથ સિંહે કહ્યું કે કારગિલ યુદ્ધમાં વિજય ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમનો ગૌરવપૂર્ણ અધ્યાય છે. દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાને બનાવી રાખવામાં ભારતીય સેનાનું ઘણું મોટું યોગદાન છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર