Home /News /national-international /

Kargil Vijay Diwas: વિક્રમ બત્રાના સ્વજન અંગે ખોટી માહિતી શેર કરાતા પિતા ભડક્યા

Kargil Vijay Diwas: વિક્રમ બત્રાના સ્વજન અંગે ખોટી માહિતી શેર કરાતા પિતા ભડક્યા

કારગીલ વિજય દિવસ

Kargil Vijay Diwas 2022: વિક્રમ બત્રાના (Vikram batra) માતા પિતાએ બલિદાન સ્થળ પર મુકવા માટે એક શર્ટ લીધો હતો, જ્યાં એક સેના અધિકારીને તેમણે બેટા કહ્યું હતું તેને આ શર્ટ આપ્યો હતો.

    કારગિલ વિજય દિવસના (Kargil vijay diwas) ભાગરૂપે પરમવીર ચક્ર (Paramvir chakra) વિજેતા બલિદાની વિક્રમ બત્રા અંગે ઈમોશનલ સ્ટોરી વાયરલ કરવામાં આવી રહી છે. એક પ્રખ્યાત યુનિવર્સિટીના (university) નામ પર સ્ટોરી કરવામાં આવી છે. સ્ટોરીમાં જણાવવામાં આવ્યું છે કે, કારિગલમાં જ્યાં વિક્રમ બત્રા શહીદ થયા હતા, ત્યાં તેના માતા પિતા ગયા હતા. જેમાં એક આર્મી ઓફિસરે તેમની મદદ કરી હતી. વિક્રમ બત્રાના (Vikram batra) માતા પિતાએ બલિદાન સ્થળ પર મુકવા માટે એક શર્ટ લીધો હતો, જ્યાં એક સેના અધિકારીને તેમણે બેટા કહ્યું હતું તેને આ શર્ટ આપ્યો હતો. વાસ્તવિકતામાં આવ્યું બન્યું નથી. વિક્રમ બત્રાના માતા પિતા ઝીરો પોઈન્ટ પર ક્યારેય પણ ગયા નથી.

    બલિદાન સ્થળ સુધી વિશાલ બત્રા ગયા છે. તેમણે બંકર અને આસપાસના સ્થળને પણ જોયા છે, જ્યાં તેમના ભાઈએ તેમના અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. વિશાલ બત્રા વાયુસેનાની મદદથી બલિદાન સ્થળ પર ગયા હતા અને જે ભૂમિ પર તેમના ભાઈએ અંતિમ શ્વાસ લીઘો હતો, તે ભૂમિને પ્રણામ કર્યા હતા.

    ઈન્ટરનેટ પર વાહવાહી લૂંટવા માટે તેમની સાથે જોડાયેલ જાણકારીને સનસનીખેજ ખબર બનાવવામાં આવી રહી છે અને શેર કરવામાં આવી રહી છે. આ બાબત સંપૂર્ણપણે ખોટી છે. વિક્રમ બત્રાના પિતા ગિરધારીલાલ બત્રાએઆ અંગે ખુલાસો કર્યો છે. તેમણે દૈનિક જાગરણ સાથે વાતચીતમાં જણાવ્યું કે, જે ઘટના બની છે, તે ઘટના જ શેર થવી જોઈએ. બલિદાની વિક્રમ બતરાના ટોપ સુધી તેમના ભાઈ વિશાલ બત્રા જ ગયા હતા અને તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

    ગિરધારીલાલ બત્રાનું નિવેદન
    હું તે સ્પોટ સુધી ગયો નથી, ત્યાં સુધી વિશાલ જ ગયો છે. વિશાલ સાથે વિક્રમ બતરાના લેફ્ટનન્ટ જનરલ જોશી અને કમાન્ડર તથા કેટલાક ઓફિસર ત્યાં ગયા હતા. જેમણે ત્યાં લડાઈ લડી હતી. તેઓ ત્યાં હેલિકોપ્ટરથી ગયા હતા. ડિફેન્સે વાયુસેના પાસેથી હેલિકોપ્ટર અરેન્જ કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ જોશી તે સમયે સીઓ હતા. વિશાલ બતરાએ તેમને રિક્વેસ્ટ કરી હતી. સરકારે તે માટે મંજૂરી આપી હતી અને રક્ષા મંત્રાલયે મંજૂરી આપ્યા બાદ વિશાલ સેનાના અધિકારીઓ સાથે ત્યાં ગયા હતા.

    આ પણ વાંચોઃ-Kargil Vijay Diwas 2022: આ દિવસે શેર કરવા માટેના મેસેજ, ક્વોટ્સ, વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ

    અમે કોઈપણ પ્રકારની અરજી કરી ન હતી અને શર્ટ પણ કોઈને આપ્યો નથી. હ્રદય રોગની સમસ્યા હોવાને કારણે અમે ઉંચાઈઓ સુધી જઈ શકતા નહોતા. જે માહિતી સાચી હોય તે જ માહિતી પ્રકાશિત થવી જોઈએ. સીઓ જોશી હવે લેફ્ટનન્ટ જનરલ રેન્કમાંથી સેવાનિવૃત્ત થયા છે. તે સમયે આખો એરિયા સીઓ જોશીને આધિન હતો. વિશાલે રિક્વેસ્ટ કરતા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક લોકો કંઈપણ વેરિફાઈ કર્યા વગર લખે છે. ખોટી જાણકારી શેર કરવાને કારણે વિક્રમ બતરાના પિતાને ખૂબ જ દુ:ખ થયું છે.

    આ પણ વાંચોઃ-Kargil Vijay Diwas 2022 અમદાવાદના એક્સ-આર્મીમેને કારગીલ વોરને યાદ કરીને કહ્યું, 'પગમાં ગોળી વાગી પણ પીછેહટ ના કરી'

    પુત્રની જીવનકથા અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવે
    શહીદ વિક્રમ બત્રાના પિતા ગિરધારીલાલ બતરાએ તંત્રને આગ્રહ કરી જણાવ્યું છે કે, મારા પુત્રની જીવનકથા અભ્યાસક્રમમાં શામેલ કરવામાં આવે. સ્કૂલ અને કોલેજ લાઈબ્રેરીમાં તેમના પુસ્તક હોવા જોઈએ. શહીદોની જીવનકથા પાઠ્યપુસ્તકમાં હોવી જોઈએ અને કારગિલ વિજય દિવસ મનાવવો જોઈએ.
    Published by:ankit patel
    First published:

    Tags: Kargil Vijay Divas

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन