Kargil Vijay Diwas 2021: 1999માં કારગીલ યુદ્ધમાં જવાનોએ આપેલા બલિદાનને યાદ કરવા માટે ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જાણો ઈતિહાસ અને મહત્ત્વ
Kargil Vijay Diwas 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે ભારતીય સશસ્ત્ર બળોને વર્ષ 1999માં કારગિલ યુદ્ધ (1999 Kargil War) દરમિયાન તેમના બલિદાન બદલ શ્રદ્ધાંજલિ અને વીરતાની પ્રશંસા કરી છે. આજે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas 2021)ના અવસર પર પીએમ મોદી (PM Modi)એ ટ્વીટ કર્યું કે, "આપણે તેમના બલિદાનો અને વીરતાને યાદ કરીએ છીએ. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણા દેશની સુરક્ષા કરતા કારગિલમાં પોતાનો જીવ ગુમાવનાર દરેક સૈનિકને હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમની બહાદુરી આપણને દરરોજ પ્રેરણા પૂરી પાડે છે.' પીએમ મોદીએ આ ટ્વીટ સાથે ગત વર્ષનો 'મન કી બાત' (Mann Ki Baat)નો એક અંશ પણ શેર કર્યો છે.
પીએમ મોદીએ રવિવારે 'મન કી બાત'ના 79મા ભાગમાં સશસ્ત્ર બાળોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સાથે જ દેશવાસીઓને અપીલ કરી કે તેઓ 'વિજય પંચ' અભિયાન દ્વારા સોશ્યલ મીડિયાની મદદથી ભારતીય ઓલમ્પિક ટીમનું સમર્થન કરે.
We remember their sacrifices.
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
વર્ષ 1999માં કારગીલમાં થયેલા યુદ્ધમાં સેનાના જવાનોએ આપેલા બલિદાનને યાદ કરવા માટે દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન 1999માં કારગિલ ખાતે ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા, જેને 'ઓપરેશન વિજય' કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ કારગિલના પહાડોમાં લગભગ 3 મહિના ચાલેલા યુદ્ધ બાદ 'ઓપરેશન વિજય' જીતી લીધાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ભારતે પાકિસ્તાનના કબ્જામાં રહેલી પહાડીઓને પરત મેળવી લીધી હતી અને ત્યાં તિરંગો લહેરાવ્યો હતો.
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ બંને દેશોએ ભાગ્યે જ સીધા સશસ્ત્ર સંગ્રામમાં ભાગ લીધો હતો, છતાં બંને દેશોએ આસપાસના શિખરો પર સૈન્ય ચોકી સ્થાપીને સિયાચીન ગ્લેશિયર પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે 1980માં અથડામણમાં પરિણમ્યું અને 1990ના દાયકામાં પરિસ્થિતિ વણસી હતી.
ભારત અને પાકિસ્તાન દ્વારા વર્ષ 1998માં કરાયેલા પરમાણુ પરીક્ષણોએ પરિસ્થિતિને વધુ બગાડી હતી. જયારે લાગ્યું કે પરિસ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે, ત્યારે બંને દેશોએ કાશ્મીર વિવાદના રાજદ્વારી સમાધાન માટે ફેબ્રુઆરી 1999માં લાહોર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
સૂત્રો અનુસાર, પાકિસ્તાની સશસ્ત્ર દળો તે જ વર્ષે નિયંત્રણ રેખા (LOC)ને પાર કરીને ભારતમાં મોકલવા માટે તેમના સૈનિકોને ગુપ્ત રીતે તાલીમ આપી રહ્યા હતા. તેમનો ધ્યેય લદ્દાખ અને કાશ્મીર વચ્ચેની કડી કાપવાનો અને તેમજ ભારતીય સશસ્ત્ર દળોને સિયાચીન ગ્લેશિયર છોડવા દબાણ કરવાનો હતો. પહેલા આ ભારતીય સશસ્ત્ર દળોને ઘૂસણખોરી અંગે જાણ નહોતી. ત્યારે ભારતીય સેનાઓ તેમને જેહાદીઓ માનીને કેટલાક દિવસોમાં તેમને હાંકી કાઢવામાં આવશે તેવું સમજી હતી. જોકે, બાદમાં તેઓ સમજી ગયા કે પાકિસ્તાનની હુમલોની યોજના ઘણી મોટી હતી અને તેમને LOC પાસે ઘૂસણખોરી થયાનું જાણવા મળ્યું.
ત્યારે ભારત સરકારે 'ઓપરેશન વિજય' સાથે હિંમતભેર પ્રતિક્રિયા આપીને લગભગ 200,000 ભારતીય સૈનિકોની યુદ્ધ માટે ભરતી કરી. જેને લઈને દર વર્ષે 26 જુલાઈએ કારગીલ વિજય દીવસ તરીકે યાદ ઉજવવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. આ દિવસ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ છે અને દેશભર તેને ઉજવવામાં આવે છે.
પાકિસ્તાને શરૂઆતમાં યુદ્ધમાં કોઈપણ સંડોવણીનો ઇન્કાર કર્યો હતો. તેણે દાવો કર્યો કે ભારત “કાશ્મીરી સ્વાતંત્ર્ય સેનાનીઓ” સાથેના સંઘર્ષમાં ભળેલું છે. ”ત્યારબાદ પાકિસ્તાન સરકારે લડત દરમિયાન તેના સૈનિકોને મેડલ આપ્યા. જેનાથી કારગિલ યુદ્ધમાં તેમની ભૂમિકા સ્પષ્ટ થઈ હતી.
" isDesktop="true" id="1118035" >
26 જુલાઈએ ભારતીય સેનાએ ઓપરેશનને સફળ બનાવવાની જાહેરાત કરી તે દિવસે હવે વાર્ષિક કારગીલ વિજય દીવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ સંઘર્ષના પગલે સરકારને આગામી નાણાંકીય વર્ષમાં સંરક્ષણ ખર્ચ વધારવા માટે પ્રેરિત કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર