નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ની સાથે થયેલા યુદ્ધ બાદ ભારતને કારગિલ (Kargil)માં મળેલી જીતને આજે એટલે કે 26 જુલાઈએ 21 વર્ષ પૂરા થયા છે. કારગિલ યુદ્ધ Kargil War) દરમિયાન ભારતીય જવાનોએ પ્રાણની આહુતિ આપીને ભારત માતાની રક્ષા કરી હતી અને પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) પર સમગ્ર દેશે શહીદ જવાનોને યાદ કરી તેમને નમન કર્યું.
ભારતીય વાયુસેના (Indian Air Force)એ જવાનોને નમન કરતાં લખ્યું કે, ભારતીય વાયુસેના કારગિલ યુદ્ધના જાંબાજોની બહાદુરી, સાહસ તથા નિઃસ્વાર્થ ત્યાગને નમન કરે છે. જય હિન્દ.’
#KargilVijayDiwas2020
IAF salutes the indomitable courage, valour and selfless sacrifice of the heroes of the Kargil War.
Jai Hind!
ભારતીય સેના (Indian Army)એ જવાનોને નમન કરતાં લખ્યું કે, 26 જુલાઈએ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તે 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશની શાનદાર જીતની વીરગાથા છે. ભારતીય સેના આપણા નાયકોના અદમ્ય સાહસ, વીરતા અને બલિદાનને સલામ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર