જે ચોટી પર શહીદ થયા હતા વિક્રમ બત્રા, 20 વર્ષ બાદ ત્યાં પહોંચ્યો જોડિયો ભાઈ

જે ચોટી પર શહીદ થયા હતા વિક્રમ બત્રા, 20 વર્ષ બાદ ત્યાં પહોંચ્યો જોડિયો ભાઈ
શહીદ કેપ્ટન વિક્રમ બત્રા (ફાઇલ ફોટો)

કારગિલ વિજય દિવસ : વિક્રમ બત્રાના ભાઈ વિશાલે કહ્યું, બત્રા ટોપ પર પહોંચી રડવા માંગતો હતો પણ ન રડ્યો

 • Share this:
  જ્યારે પણ કારગિલ યુદ્ધની વાત થાય છે ત્યારે કેપ્ટન વિક્રમ બત્રાનું નામ આપમેળે જ આવી જાય છે. કેપ્ટન વિજય બત્રા કારગિલ યુદ્ધમાં અભૂતપૂર્વ વીરતાનો પરિચય આપતાં શહીદ થયા હતા. તેમને મરણોપરાંત વીરતા સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  કારગિલ યુદ્ધને 20 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. 20 વર્ષ બાદ કેપ્ટન વિક્રમ બત્રાના જોડકા ભાઈ વિશાલ બત્રા તે ચોટી પર પહોંચ્યા, જ્યાં 7 જુલાઈ 1999ના રોજ બત્રી શહીદ થયા હતા. આ ચોટીને હવે બત્રા ટોપના નામથી ઓળખવામાં આવે છે. આ યાત્રા બાદ વિશાલ બત્રાએ અખબાર દૈનિક ભાસ્કરને પોતાની લાગણીઓ વ્યક્ત કરી.  20 વર્ષથી જોઈ રહ્યો હતો સપનું

  વિશાલ બત્રા જણાવે છે કે 20 વર્ષમાં તેમને અનેકવાર બત્રા ટોપ પર જવાનું સપનું જોતો હતો. એનકવાર એ સપનાને વિક્રમના ઓફિશર્સને જણાવ્યું. વિશાલે જણાવ્યું કે લે. જનરલ જાઈકે જોશી જે કારગિલ યુદ્ધ દરમિયાન વિક્રમના કમાન્ડિંગ ઓફિસર હતા, હાલમાં સેનાની 14મી કોરના જીઓસી છે. તેમના જ વિસ્તારમાં કારગીલ પણ આવે છે, તેમના જ કારણે આ વર્ષે આ સપનું પૂરું થયું.

  આખી રાત ઉત્સુક્તાના કારણે ઊંઘી ન શક્યો

  વિશાલ બત્રા જાતે ટ્રેક કરીને બત્રા ટોપ પર જવા માંગતા હતા, પરંતુ પડકારોને કારણે તેમને એરડ્રોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેઓએ જણાવ્યું કે બત્રા ટોપ પર જવાની ઉત્સુક્તામાં હું આખી રાત ઊંઘી પણ ન શક્યો. ચોપરમાંથી પહેલો પગ નીચે મૂક્યો તો અંદરથી અનેક સવાલ ઉઠવા લાગ્યા. વિક્રમ ક્યાં ઊભો હતો, કયા કિનારાથી બંકર છલાંગ લગાવી હતી, ક્યાંથી તેણે સામ-સામેની લડાઈમાં ત્રણ પાકિસ્તાનીઓને ઢાળી દીધા હતા? કેટલા બંકર હતા? કેટલી ગોળીઓ ચાલી હતી? ક્યાં છેલ્લા શ્વાસ લીધા હતા? હું પૂછતો જઈ રહ્યો હતો. પહેલા પણ હું અનેકવાર વિક્રમની લડાઈ વિશે પૂછી અને સાંભળી ચૂક્યો હતો, પરંતુ ત્યાં પોતાની આંખે જોયું તો એવું લાગ્યું કે બધું પહેલીવાર જ જાણી રહ્યો છું.


  આ પણ વાંચો, ઓપરેશન વિજયના 20 વર્ષ પૂરા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને વીર સપૂતોને કર્યા નમન

  વિશાલ બત્રાએ જણાવ્યું કે, કેપ્ટન વિક્રમ બત્રાએ 26 જૂન 1999ના રોજ છેલ્લીવાર મમ્મી-પાપાા સાથે સેટેલાઇટ ફોન પર વાત કરી હતી. થોડા દિવસબાદ પોઇન્ટ 4875ને જીતવાના પોતાના આગામી મિશનની તરફ નિકળી પડ્યો. 5 જુલાઈ 1999ના રોજ તેની ટીમે ચઢાઈ શરૂ કરી હતી. 7 જુલાઈ 1999એ ચોટી પર તિરંગો ફરકાવ્યો હતો. આ દિવસે વિક્રમ શહીદ થયો હતો. વિશાલ કહે છે હું આ સ્થળેથી મમ્મી-પાપાને ફોન કર્યો. ફોન ઉઠાવતાં જ પાપાએ પૂછ્યું ક્યાં છે? મેં જવાબ આપ્યો બત્રા ટોપથી બોલી રહ્યો છું. કાશ આ ફોન વિક્રમે કર્યો હોત.

  રડવા માંગતો હતો પણ ન રડ્યો

  વિશાલ બત્રાએ જણાવ્યું કે, બત્રા ટોપ પર પહોંચીને થોડીવાર એકલા ચૂપચાપ એક ખૂણામાં ઊભો રહ્યો. તેઓએ કહ્યું કે, તેઓ વિક્રમને મહેસૂસ કરવા માંગતા હતા. તે પથ્થરોને અડીને જોયા, જે પથ્થરોને 20 વર્ષ પહેલા મારા ભાઈએ સ્પર્શ કર્યો હતો. તે સમય તેના શ્વાસ ચાલી હતા હતા. તે સમયે જ્યારે તે આ ચોટી પર તિરંગો ફરકાવી રહ્યો હશે. હું ત્યાં મોટેથી રડવા માંગતો હતો, પરંતુ હું રડ્યો નહીં, કારણ કે ત્યાં મારા ભાઈ હસતા-હસતા લડ્યા હતા. પોતાના અંતિમ વીડિયોમાં પણ હસતા જોવા મળી રહ્યા હતા. જ્યારે તિરંગામાં લપેટાઈને ઘરે પહોંચ્યા તો કોફિનમાં પણ ચહેરો હસતો હતો. પછી તેને મળી હું કેવી રીતે રડતો?

  આ પણ વાંચો, આર્મી ચીફ રાવતની પાક.ને ચેતવણી, આતંકીઓની મદદ કરી તો થશે કાર્યવાહી
  Published by:Mrunal Bhojak
  First published:July 26, 2019, 10:22 am

  ટૉપ ન્યૂઝ