Home /News /national-international /

Kargil Vijay Diwas 2022: આ દિવસે શેર કરવા માટેના મેસેજ, ક્વોટ્સ, વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ

Kargil Vijay Diwas 2022: આ દિવસે શેર કરવા માટેના મેસેજ, ક્વોટ્સ, વોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ

ભારતીય સેનાએ ટાઇગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી (Image: AFP)

કારગિલ પર જીતની 23મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે અહીં કેટલીક શુભેચ્છાઓ, મેસેજ અને ક્વોટ્સ (Kargil Divas Messages and Quotes) આપવામાં આવ્યા છે.

દિલ્હી: ભારતમાં દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas 2022) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારત (India Pakistan Kargil War)ની જીતની યાદમાં કરવામાં આવે છે. યુદ્ધ (Kargil War) દરમિયાન ભારતીય સેનાએ ઓપરેશન વિજય (Operation Vijay) હેઠળ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડી મૂક્યા હતા.

ભારતીય સેના (Indian Army)એ ટાઇગર હિલ અને અન્ય ચોકીઓ કબજે કરવામાં સફળતા મેળવી હતી. લદ્દાખના કારગિલમાં સશસ્ત્ર સંઘર્ષ 60 વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો. દર વર્ષે આ દિવસે આપણે પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ભારતીય સશસ્ત્ર દળોના યોગદાન બદલ દેશભરમાં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

ત્યારે કારગિલ પર જીતની 23મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે અહીં કેટલીક શુભેચ્છાઓ, મેસેજ અને ક્વોટ્સ (Kargil Divas Messages and Quotes) આપવામાં આવ્યા છે. જે તમે આ દિવસે શેર કરી શકો છો.

કારગિલ દિવસ 2022ની શુભકામનાઓ (Kargil Vijay Diwas 2022 Wishes)

 • ચાલો આપણે આપણા બહાદુર અને આપણી રક્ષા કરતા બધા સૈનિકોને સલામ કરીએ. ચાલો આપણે આ દિવસે તેમની લડાઈ અને પરિશ્રમને યાદ કરીએ. કારગિલ વિજય દિવસ 2022.

 • કારગિલ વિજય દિવસ એ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે.

 • મનમાં સ્વતંત્રતા. શબ્દોમાં શ્રદ્ધા. હૃદયમાં ગર્વ. આપણા આત્માની યાદો. જય ભારત! કારગિલ વિજય દિવસ 2022

 • સૌને કારગિલ વિજય દિવસ 2022ની શુભકામનાઓ. ચાલો આપણે આપણા દેશની રક્ષા કાજે શહીદ થનાર બહાદુર સૈનિકોના બલિદાનને યાદ કરીએ. જય ભારત.

 • આખા પર્વતને ફરીથી કબજે કરવાની ગાથા ... અડગ પ્રતિબદ્ધતાની ગાથા... રાષ્ટ્ર માટે બલિદાનની ગાથા ... આપણા નાયકોને સલામ છે. તેમનું બલિદાન આપણા માટે 'વિજય દિવસ' લાવ્યું છે. કારગિલ વિજય દિવસ 2022.

 • 1999માં પાકિસ્તાન સામે યુદ્ધ દરમિયાન જવાનોએ આપેલા બલિદાનને યાદમાં. જય હિન્દ... કારગિલ વિજય દિવસ 2022!

 • આપણો ધ્વજ પવન નહીં પણ તેની રક્ષા કરતા શહિદ થયેલા દરેક સૈનિકના છેલ્લા શ્વાસથી ફરકે છે. કારગિલ વિજય દિવસ 2022


કારગિલ વિજય દિવસના ક્વોટ્સ (Kargil Vijay Diwas 2022 Quotes)

 • કેટલાક લક્ષ્યો એટલા લાયક હોય છે કે તેમાં નિષ્ફળ થવું પણ ગૌરવભર્યું છે

 • હું તિરંગો ફરકાવીને પાછો આવીશ અથવા તો હું તેમાં વીંટળાઈને પાછો આવીશ, પણ હું પાછો જરૂર આવીશ.

 • હું સૈનિક છું. મને જ્યાં કહેવામાં આવે છે ત્યાં જ હું લડું છું અને જ્યાં હું લડું છું ત્યાં હું જીતું છું

 • મને અફસોસ છે કે મારા દેશ માટે આપવા માટે મારી પાસે એક જ જીવન છે.

 • શ્રેષ્ઠ મિત્રો અને ખરાબ દુશ્મનો જ અમને મળે છે.

 • આપણો ધ્વજ પવનથી નહીં પણ તેની રક્ષા કરતી વખતે શહીદ થયેલા જવાનોના છેલ્લા શ્વાસથી ફરકે છે.

 • હું કોઈ અકસ્માતમાં કે કોઈ બીમારીથી મૃત્યુ નહીં પામું. હું ગૌરવભેર શહિદ થઈશ.

 • જો હું મારું શૌર્ય સાબિત કરું તે પહેલાં મૃત્યુ આવશે તો કસમથી હું મૃત્યુને મારી નાખીશ.

 • દુશ્મનોને માફ કરવા એ ભગવાનનું કામ છે, પરંતુ બંને વચ્ચે મુલાકાત કરાવવી એ અમારી ફરજ છે.

 • તમે ઘરમાં શાંતિથી સૂઈ જાઓ. ભારતીય સેના સરહદની સુરક્ષા કરી રહી છે.

First published:

Tags: Indian Armed Forces, Kargil Vijay Divas, ભારતીય સેના Indian Army

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन