Home /News /national-international /VIDEO: મંદિરમાં દર્શન કરવા ગયેલી દલિત મહિલાને ઢસળીને બહાર ફેંકી દીધી, તમાશો જોતા રહ્યા લોકો
VIDEO: મંદિરમાં દર્શન કરવા ગયેલી દલિત મહિલાને ઢસળીને બહાર ફેંકી દીધી, તમાશો જોતા રહ્યા લોકો
karanataka
કર્ણાટકમાં એક દલિત મહિલા સાથે એક મંજિરની અંદર મારપીટ કરવામાં આવી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કર્ણાટકમાં એક દલિત મહિલા સાથે એક મંજિરની અંદર મારપીટ કરવામાં આવી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું છે વીડિયોમાં
સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે. તેમાં દેખાઈ રહ્યું છે કે, મંદિરના ગર્ભગૃહમાં મહિલા સહિત પાંચ લોકો છે. તેમાંથી એક શખ્સ પહેલા મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરે છે, બાદમાં તેના વાળ પકડીને તેને મંદિરમાંથી બહાર ખેંચી કાઢે છે. મહિલા વિરોધ કરે છે, જો કે, બાદમાં તેને મંદિરના ફર્શ પર મારે છે. તેને ગડદાપાટુથી ખૂબ મારે છે. આ દરમિયાન ત્યાં ઊભેલા પૂજારી અને અન્ય શખ્સો ચૂપચાપ આ તમાશો જોતા રહે છે. મહિલા વિરોધ કરતી રહે છે. મંદિરની અંદર ફરીથી ઘુસે છે અને આરોપી શખ્સ તેને ફરી મારે છે. ઢસળીને તેને બહાર ફેંકી દે છે.
वीडियो #Bengaluru का बताया जा रहा है।#BJP ने समाज में नफरत किस तरह फैलाई है उसकी मिसाल है ये वीडियो।
मंदिर बोर्ड का सदस्य बेरहमी से हमारी #Dalit बहन की पिटाई कर रहा है।@BSBommai@BlrCityPolice क्या सो रही है?
દાવો કરવામાં આવી રહ્યો છએ કે, આ ઘટના ત્યારે થઈ જ્યારે, મહિલાએ એવો દાવો કર્યો હતો કે, તેના લગ્ન મંદિરમાં ભગવાન સાથે થયા હતા અને તે ભગવાનની મૂર્તિની બાજૂમાં બેસવા માગે છએ. જો કે, તેને વારંવાર ત્યાંથી હટાવાની કોશિશ કરી, જે બાદ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.
પોલીસે શું કહ્યું
પોલીસે કહ્યું કે, પીડિતા હેમવતીએ અમૃતહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છએ. જેમાં કહેવાયું છે કે, તે સમયે 21 ડિસેમ્બરને આ ઘટના છે અને આરોપી અમૃતહલ્લી વિસ્તારના લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના ધર્મદર્શી મુનિકૃષ્ણા છે. મુનિકૃષ્ણા વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર