કરાચી સ્ટૉક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી સહિત 9 લોકોનાં મોત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલાની જવાબદારી બલૂચ લિબેરેશન આર્મી એટલે કે BLAએ લીધી છે

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલાની જવાબદારી બલૂચ લિબેરેશન આર્મી એટલે કે BLAએ લીધી છે

 • Share this:
  ઇસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan)ના કરાચી સ્ટૉક એક્સચેન્જ (Karachi Stock Exchange) પર આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો (Terrorist Attack) કર્યો છે. હુમલાને અંજામ આપનારા ચારેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે માર્યા ગયા લોકોમાં એક પોલીસ ઇન્સપેક્ટર અને ચાર સિક્યુરિટી ગાર્ડ્સનો પણ સમાવેશ થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં 6 લોકો પણ ઘાયલ થયા છે. મળતી જાણકારી મુજબ આતંકવાદી સ્ટૉક એક્સચેન્જ પર કબજો મેળવવા માંગતા હતા.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલાની જવાબદારી બલૂચ લિબેરેશન આર્મી એટલે કે BLAએ લીધી છે. સોશિયલ મીડિયા પર કેટલાક ટ્વિટ્સમાં ત્રણ આતંકવાદીઓનો ફોટો પણ શૅર કરવામાં આવી રહ્યો છે. દાવો છે કે હુમલામાં આ જ આતંકવાદીઓ સામેલ હતા.


  ડૉન મુજબ, સવારે લગભગ 9 વાગ્યે આ આતંકવાદીઓએ સ્ટૉક એક્સચેન્જના દરવાથી અંદર જવાનો પ્રયાસ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. અંદર ઘૂસવા માટે તેઓએ દરવાજા પર જ ગ્રેનેડથી એક બ્લાસ્ટ કરી દીધો.

  પોલીસે જણાવ્યું કે દરવાજા પર જ ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા જ્યારે એક આતંકવાદીને પરિસરમાં ઘૂસ્યા બાદ ઢાળી દેવામાં આવ્યો છે. લગભગ 6 ઘાયલ નાગરિકોને સિવિલ હૉસ્પિટલ કરાચીમાં દાખલ કરવામાં આવ્યા છે.

  જિયો ન્યૂઝ  મુજબ, હુમલો કરનારા ચાર આતંકવાદીઓમાંથી ત્રણને ઠાર મારવામાં આવ્યા છે પરંતુ એક સ્ટૉક એક્સચેન્જમાં ઘૂસવામાં સફળ થયો છે. હુમલામાં ઓછામાં ઓછા બે નાગરિકોનાં મોત થયા છે.

  Strongly condemn the attack on PSX aimed at tarnishing our relentless war on terror. Have instructed the IG & security agencies to ensure that the perpetrators are caught alive & their handlers are accorded exemplary punishments. We shall protect Sindh at all costs.


  આ પણ વાંચો, લદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો

  અગાઉ, સિંધના ગવર્નર ઇમરાન ઇસ્લાઇલે ટ્વિટ કરીને કહ્યું છે કે અમે સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપ્યા છે કે શક્ય એટલા આતંકવાદીઓને જીવતા પકડવાના છે જેનાથી તેમના આકાઓને પણ આવી સજા આપી શકાય જેથી બાકી આતંકવાદીઓ માટે પણ ઉદાહરણ બની જાય. અમે કોઈપણ કિંમતે સિંધની સુરક્ષા કરીશું.

  આ પણ વાંચો, ખુલાસો! ભારતીય સૈનિકો સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ


  સર્ચ ઓપરેશન ચાલુ : હુમલાની જાણકારી મળ્યા બાદ પહોંચેલા પાકિસ્તાની રેન્જર્સ એન સિંધ પોલીસે જવાનોને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા આ દરમિયાન મુખ્ય દરવાજાને સીલ કરી દીધો છે. લોકોને બહાર કાઢવા માટે પાછલા ગેટનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલ સ્ટૉક એક્સચેન્જની બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ બિલ્ડિંગની આસપાસનો વિસ્તારોને પણ સીલ કરી દીધા છે. આસપાસની બિલ્ડિંગોમાં સ્નાઇપર્સ પણ તૈનાત કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: