Home /News /national-international /

INX મીડિયા કેસ : કપિલ સિબ્બલે કહ્યુ- ED ચિદમ્બરમને પૂછેલા પ્રશ્નોની ટ્રાન્સક્રિપ્ટ આપે

INX મીડિયા કેસ : કપિલ સિબ્બલે કહ્યુ- ED ચિદમ્બરમને પૂછેલા પ્રશ્નોની ટ્રાન્સક્રિપ્ટ આપે

પી. ચિદમ્બરમ (ફાઇલ તસવીર)

INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં ઇડી અધિકારીઓની તપાસની રીત પર અનેક સવાલો ઉભા કર્યા છે. તેમના કહેવા પ્રમાણે આ પહેલા પણ તપાસ થઈ છે, તો તેની ટ્રાન્સક્રિપ્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવી જોઇએ.

    પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા પી. ચિદમ્બરમ INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીની તપાસનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સોમવારે પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આજે ઇડી તેનો જવાબ આપી રહી છે.

    પી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં ઇડી અધિકારીઓની તપાસની રીત પર અનેક સવાલો ઉભા કર્યા છે. તેમના કહેવા પ્રમાણે આ પહેલા પણ તપાસ થઈ છે, તો તેની ટ્રાન્સક્રિપ્ટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવી જોઈએ. આ પહેલા ડિસેમ્બર 2018માં પૂછપરછ કરવામાં આવી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે EDના અધિકારીઓ કોર્ટમાં જણાવે કે તેમણે પી. ચિદમ્બરમને દસ્તાવેજો સાથે કન્ફ્રન્ટ કરાવ્યા હતા કે નહીં.

    સિબ્બલે કહ્યુ કે ઈડી તરફથી કોર્ટ સામે એકાએક દસ્તાવેજો પ્રગટ કરવામાં આવી રહ્યા છે. ચિદમ્બરના બીજા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે જો ઈડી સવાલ પૂછી રહી છે તો આરોપીએ શું જવાબ આપ્યો એ પણ કોર્ટમાં બતાવશે. કોર્ટમાં બતાવવામાં આવી રહેલી કેસ ડાયરીમાં આ સામેલ હોવું જોઈએ.

    નોંધનીય છે કે સોમવારે ચિદમ્બરને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. હકીકતમાં તેમણે આગોતરા જામીન રદ કરતા દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ચિદમ્બરમ પૂછપરછ માટે પહેલાથી જ સીબીઆઈની કસ્ટડીમાં છે, આથી તેમની અરજી બિનપ્રભાવી થઈ જાય છે. કોર્ટે ચિદમ્બરમને નવેસરથી અરજી કરવાનું કહ્યું છે. જે બાદમાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચિદમ્બરમની કસ્ટડી ત્રણ દિવસ વધારી આપી હતી. ચિદમ્બરમે હવે 30મી ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં જ રહેવું પડશે.

    12 દેશમાં પ્રોપર્ટી

    સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે પી. ચિદમ્બરમના અનેક દેશોમાં બેંક ખાતા છે. ઈડીના કહેવા પ્રમાણે ચિદમ્બરમ અને કેસના સહ-આરોપીની 12 દેશમાં સંપત્તિ છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઇસલેન્ડ, ફ્રાંસ, ગ્રીસ, મલેશિયા, મોનાકો, ફિલિપાઇન્સ, મોનાકો, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, સ્પેન અને શ્રીલંકામાં તેમની સંપત્તિ છે. અહીં પ્રોપર્ટીની સાથે સાથે તેમના બેંક ખાતા પણ છે. આ તમામ ખાતાઓમાં શેલ કંપનીઓ મારફત લેવડદેવડ કરવામાં આવે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટની ભાનુમતિ બેંચમાં કેસની સુનાવણી થઈ રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: INX Media case, Kapil Sibal, Karti Chidambaram, P Chidambaram

    આગામી સમાચાર