નવી દિલ્હીઃ કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠક (CWC Meeting) દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કથિત રીતે કેટલાક કૉંગ્રેસી નેતાઓ પર બીજેપી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલના આ કથિત નિવેદન પર કપિલ સિબ્બલ (Kapil Sibal)એ પ્રતિક્રિયા આપી. કપિલ સિબ્બલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે અમે બીજેપી સાથે સાંઠગાંઠ કરી છે. આપણે રાજસ્થાન હાઈકોર્ટમાં કૉંગ્રેસને બચાવવામાં સફળ રહ્યા, મણિપુરમાં બીજેપીની સરકારને પાડીને કૉંગ્રેસનો બચાવ કર્યો. છેલ્લા 30 વર્ષોમાં ક્યારેય કોઈ મુદ્દા પર બીજેપીના પક્ષમાં નિવેદન નથી આપ્યું. તેમ છતાંય અમે બીજેપી સાથે સાંઠગાંઠ કરી રહ્યા છીએ.
જોકે, બાદમાં પાર્ટીના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે, રાહુલ ગાંધી તરફથી આવું કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. આ સ્પષ્ટતા બાદ કપિલ સિબ્બલે પોતાના શબ્દો પરત લઈ લીધા અને પોતાનું ટ્વિટ ડિલિટ કરી દીધું.
Rahul Gandhi says this (writing a letter to Sonia Gandhi for reforms in party leadership) was done in collusion with BJP: Sources https://t.co/M1qhTbrWR3
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આ પ્રકારના ખોટા અહેવાલોથી ભ્રમિત ન થાઓ. આપણે પરસ્પર કૉંગ્રેસ પાર્ટીમાં લડવાને બદલે નિરંકુશ મોદી સરકાર સામે લડીને મળવું જોઈએ. સુરજેવાલાના આ ટ્વિટ બાદ સિબ્બલે ફરી ટ્વિટ કર્યું અને જણાવ્યું કે તેમની રાહુલ સાથે વાત થઈ છે, જેમાં જાણવા મળ્યું કે, રાહુલે આવા કોઈ આરોપ નથી લગાવ્યા, ત્યારબાદ તેઓએ પોતાનું ટ્વિટ પરત લઈ લીધું.
Was informed by Rahul Gandhi personally that he never said what was attributed to him .
કૉંગ્રેસની કાર્યસમિતિની બેઠકના એક દિવસ પહેલા 23 કૉંગ્રેસી નેતાઓ તરફથી સોનિયા ગાંધીને પાર્ટીમાં પરિવર્તન લાવવાને લઈને લખવામાં આવેલો પત્ર સામે આવ્યો હતો. તેની પર રાહુલ ગાંધીએ આ તમામ 23 નેતાઓની ટીકા કરી છે. રાહુલે કહ્યું છે કે આ તમામ નેતાઓની બીજેપી સાથે સાંઠગાંઠ છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીમાં નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, જ્યારે પાર્ટી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિરોધી તાકાતો સામે લડી રહી હતી તથા સોનિયા ગાંધી અસ્વસ્થ હતાં, તેવા સમયે આવો પત્ર લખવામાં આવ્યો. સૂત્રો મુજબ, રાહુલ ગાંધીએ કૉંગ્રસ કાર્યસમિતિની બેઠકમાં કહ્યું કે, જ્યારે આપણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિરોધી તાકાતો સાથે લડી રહ્યા હતા અને સોનિયા ગાંધી અસ્વસ્થ હતાં તે સમયે આ પત્ર કેમ લખવામાં આવ્યો?
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર