Home /News /national-international /G-23 નેતાઓ તરફથી બોલ્યા કપિલ સિબ્બલ, કહ્યું- પાર્ટીનો કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોણ લઇ રહ્યું છે નિર્ણય
G-23 નેતાઓ તરફથી બોલ્યા કપિલ સિબ્બલ, કહ્યું- પાર્ટીનો કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોણ લઇ રહ્યું છે નિર્ણય
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Congress leader Kapil sibal)પ્રેસ કોન્ફરન્સ કરી
Kapil Sibal Press Conference- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું- અમારી પાર્ટીનો કોઇ ચૂંટાયેલો અધ્યક્ષ નથી. પ્રદેશ કોંગ્રેસ કમિટીને દિલ્હીથી કંટ્રોલ કરવું જોઈએ નહીં
નવી દિલ્હી : કોંગ્રેસમાં (Congress)આંતરિક વિવાદ ખતમ થવાનું નામ લેતો નથી. બુધવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Congress leader Kapil sibal)પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના નારાજગી વ્યક્ત કરતા કપિલ સિબ્બલે (Kapil sibal)કહ્યું કે દુર્ભાગ્યથી કોંગ્રેસ પાસે કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોંગ્રેસમાં કોણ નિર્ણય કરી રહ્યું છે. લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેના પર વિચાર કરવાની જરૂર છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માંગ કરી છે. કપિલ સિબ્બલે કહ્યું કે હું તમને (મીડિયા) તે કોંગ્રેસીઓ તરફથી બોલી રહ્યો છું જેમણે ગત ઓગસ્ટમાં પત્ર લખ્યો હતો. પત્ર લખ્યા પછી પણ સીડબલ્યુસી અને કેન્દ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીના સંબંધમાં કરનારી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ.
કપિલ સિબ્બલે કહ્યું કે રાહ જોવાની પણ એક હદ હોય છે. અમે ક્યાં સુધી રાહ જોઈશું. અમે ફક્ત એક મજબૂત સંગઠનાત્મક સ્ટ્રક્ચર ઇચ્છીએ છીએ. કેટલીક વાત થવી જોઈએ. CWCમાં કોઇપણ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. પંજાબની સ્થિતિ પર ચર્ચા થવી જોઈએ. અમે કોઇની સામે નથી, અમે પાર્ટીની સાથે છીએ. જોકે ફેક્ટ એ છે કે અમારી પાર્ટીનો કોઇ ચૂંટાયેલો અધ્યક્ષ નથી. પ્રદેશ કોંગ્રેસ કમિટીને દિલ્હીથી કંટ્રોલ કરવું જોઈએ નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે અમે ‘જી હજૂર 23’ નથી. એ બિલકુલ સ્પષ્ટ છે. અમે વાત કરતા રહીશું. અમે પોતાના માંગણી યથાવત્ રાખીશું. એક સરહદી રાજ્ય (પંજાબ) જ્યાં કોંગ્રેસ પાર્ટી સાથે આમ થઇ રહ્યું છે. તેનો મતલબ શું છે? તેનાથી ISI અને પાકિસ્તાનને ફાયદો છે. કોંગ્રેસને નક્કી કરવું જોઈએ કે તે એકજુટ રહે. જો કોઇને પરેશાની છે તો તે પાર્ટીના વરિષ્ઠ નેતા સાથે ચર્ચા કરે.
સિબ્બલે કહ્યું કે જે લોકો અમને છોડીને ચાલ્યા ગયા છે તે પાછા આવી જાય કારણ કે કોંગ્રેસ એવી વિચારધારા છે આ દેશની બુનિયાદ છે જેના આધાર પર આપણી રિપબ્લિક બની હતી. લોકો આપણને છોડી રહ્યા છે. સુષ્મિતા જી ચાલ્યા ગયા, ફેલેરિયો ચાલ્યા ગયા, સિંધિયા ચાલ્યા ગયા. જિતિન પ્રસાદ ચાલ્યા ગયા. કેરલથી સુધીરન ચાલ્યા ગયા. હવે સવાલ એ છે કે લોકો કેમ જઈ રહ્યા છે? એક તાર્તિક ઉત્તર હોવો જોઈએ. આ દરમિયાન કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સંવાદ કરવો જોઈએ.
" isDesktop="true" id="1137537" >
કપિલ સિબ્બલે કહ્યું કે અમે કોંગ્રેસ સામે નિવેદન આપી રહ્યા નથી પણ કોંગ્રેસ સાથે છીએ. અમે કોઇ વ્યક્તિની વિરુદ્ધમાં નથી. કોંગ્રેસનું નુકસાન થવું મતલબ દેશનો પાયો કમજોર થવો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર