ભડકાઉ ભાષણના આરોપી કપિલ મિશ્રાને Y શ્રેણી સુરક્ષા, 24 કલાક તૈનાત રહેશે સુરક્ષાકર્મી

કપિલ મિશ્રાની સુરક્ષામાં ચોવીસ કલાક 6 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે, દિલ્હી પોલીસે અહેવાલો ફગાવ્યા

કપિલ મિશ્રાની સુરક્ષામાં ચોવીસ કલાક 6 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે, દિલ્હી પોલીસે અહેવાલો ફગાવ્યા

 • Share this:
  નવી દિલ્હી : ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપી બીજેપી નેતા કપિલ મિશ્રા (Kapil Mishra)ને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. બીજેપી નેતાની સુરક્ષામાં હવે ચોવીસ કલાક 6 સુરક્ષાકર્મી તૈનાત રહેશે. તેની સાથે જ તેમને હંમેશા સુરક્ષાકર્મીઓની સાથે લઈને બહાર જવાની સલાહ આપવામાં આવી છે. કપિલ મિશ્રાને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય ગૃહ મંત્રાલયે લીધો છે. બીજી તરફ, દિલ્હીના જોઇન્ટ સીપી (સિક્યુરિટી)એ તેનાથી ઇન્કાર કર્યો છે.

  'એશિયન એજ'માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, કપિલ મિશ્રાએ સતત મળી રહેલી ધમકીઓ બાદ સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી. ત્યારબાદ ખતરાનું આકલન કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજેપી નેતાને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લેવાયો. તેમને થોડાક દિવસ પહેલા જ Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મળતી જાણકારી મુજબ, તેમની સુરક્ષામાં હવે 6 સુરક્ષાકર્મી ચોવીસ કલાક તૈનાત રહેશે.

  નોંધનીય છે કે, કપિલ મિશ્રાએ પોતાના જીવને જોખમ હોવાની રજૂઆત કરીને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેમને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાની વાત સામે આવી છે. બીજી તરફ, કપિલ મિશ્રાને Y શ્રેણીની સુરક્ષા આપવા અંગે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

  કૉંગ્રેસ નેતા જયવીર શેરગિલ (Jayveer Shergill)એ હુમલો કરતાં કહ્યું કે, ધરપકડ કરવાને બદલે કપિલ મિશ્રાને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેઓએ કહ્યું કે નફરત ફેલાવનારને રક્ષા, તેમના પ્રચાર અને તેમની નફરત અને હિંસાની રાજનીતિને ફેલાવવા માટે બીજેપીની નવી રણનીતિ છે. શેરગિલ અનુસાર, જે વ્યક્તિને જેલમાં હોવું જોઈએ, હજે તે બીજેપીનું સંરક્ષિત ઘરેણું છે અને તે પણ કરદાતઓના પૈસા પર!  25 ફેબ્રુઆરીએ કપિલ મિશ્રાએ કર્યું હતું ટ્વિટ

  મૂળે, બીજેપી નેતા કપિલ મિશ્રાએ 25 ફેબ્રુઆરીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેઓએ ટ્વિટ દ્વારા કહ્યું હતું કે તેમને જીવથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

  તેઓએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે દોસ્તો, દેશથી અને વિદેશથી સતત ફોન આવી રહ્યા છે. મને જીવથી મારવાનું એલાન કરવામાં આવી રહ્યું છે. ધમકીઓ આપવામાં આવી રહી છે. બંધ રસ્તાઓને ખોલાવવા માટે કહેવું કોઈ ગુનો નથી, CAAનું સમર્થન કરવું કોઈ ગુનો નથી, સાચું બોલવું કોઈ ગુનો નથી.

  આ પણ વાંચો, UPના બરેલીમાં છુપાયો છે દિલ્હી હિંસામાં ફાયરિંગ કરનારો આરોપ શાહરૂખ : સૂત્ર
  Published by:Mrunal Bhojak
  First published: