Home /News /national-international /કાંશીરામ જયંતિ: પંજાબના એ શખ્સ જેણે ઉત્તર પ્રદેશના રાજકારણને હચમચાવી નાખ્યું, માયાવતીને મળી ઓળખાણ

કાંશીરામ જયંતિ: પંજાબના એ શખ્સ જેણે ઉત્તર પ્રદેશના રાજકારણને હચમચાવી નાખ્યું, માયાવતીને મળી ઓળખાણ

માન્યવર કાંશીરામ સાહેબ

કાંશીરામની આ જીત બાદ યૂપીમાં મુલાયમ અને કાંશીરામની જે જુગલબંદી શરુ થઈ, તેનો લાભ યૂપીમાં 1995માં મુલાયમ સિંહ યાદવની સરકાર બની. બે જૂન 1995ના રોજ ગેસ્ટ હાઉસ કાંડ બાદ સપા બસપા વચ્ચે વધેલી તકરાર એટલી હાવી થઈ ગઈ કે, બંને દળ એક બીજાને ખતમ કરવા પર ઉતરી આવ્યા.

વધુ જુઓ ...
ઈટાવા: દલિતોની રાજનીતિના કારણે દેશના લોકપ્રિય નેતાઓમાં જેનું નામ શાનથી લેવાય છે તેવા બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામની 15 માર્ચે જન્મજયંતિ છે. કાંશીરામનો જન્મ બ્રિટિશ સામ્રાજ્યકાળમાં પંજાબના રુપનગર (હાલનું રોપડ જિલ્લા)માં 15 માર્ચ 1934ના રોજ થયો હતો. આ અવસર તેમને ચાહનાર લોકો તેમને પોત-પોતાની રીતે યાદ કરી રહ્યા છે. દેશભરના કેટલાય મોટી સ્થાન પર ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી ચુકેલા કાંશીરામને પહેલી સફળતા મહાભારત કાલીન સભ્યતા સાથે જોજાયેલ ઉત્તર પ્રદેશના ઈટાવામાંથી મળી હતી. આ સફળતા બાદ નેતાજી મુલાયમ સિંહ યાદવના ગૃહ જિલ્લા ઈટાવામાં તેમને સન્માન સાથે યાદ કરવામાં આવે છે.

આ પણ વાંચો: VIDEO: અહીં બનીને તૈયાર થાય છે મેળાની શાન એવા ચકડોળ, વર્ષે કમાય છે 8-10 કરોડ રૂપિયા

ઈટાવાના લોકોએ પહેલી વાર કાંશીરામને વર્ષ 1991માં ચૂંટણી જીતાડી સંસદમાં પહોંચાડ્યા. આ જ કારણે કાંશીરામને ઈટાવા સાથે ખાસ લગાવ હતો. ઈટાવા લોકસભા વિસ્તારની બિનઅનામત સીટ પર થયેલી પેટાચૂંટણીમાં બસપા ઉમેદવાર કાંશીરામ સહિત કુલ 48 ઉમેદવાર મેદાને હતા. કાંશીરામને એક લાખ 44 હજાર 290 મત મળ્યા હતા, જ્યારે નજીક હરીફ ઉમેદવાર ભાજપના લાલ સિંહ વર્માને 22 હજાર 466 મત ઓછા મળ્યા હતા. મુલાયમની મદદથી કાંશીરામે 1991માં ઈટાવા લોકસભાની ચૂંટણી જીતી હતી. જ્યારે મુલાયમના ખઆસ રામસિંહ શાક્ય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને તેમને ફક્ત 82,624 મત મળ્યા હતા. આ હાર બાદ રામસિંહ શાક્ય અને મુલાયમ સિંહ વચ્ચે ખટરાગ થયો. પણ મામલો ફાયદો-નુકસાનના કારણે શાંત થઈ ગયો.



કાંશીરામની આ જીત બાદ યૂપીમાં મુલાયમ અને કાંશીરામની જે જુગલબંદી શરુ થઈ, તેનો લાભ યૂપીમાં 1995માં મુલાયમ સિંહ યાદવની સરકાર બની. બે જૂન 1995ના રોજ ગેસ્ટ હાઉસ કાંડ બાદ સપા બસપા વચ્ચે વધેલી તકરાર એટલી હાવી થઈ ગઈ કે, બંને દળ એક બીજાને ખતમ કરવા પર ઉતરી આવ્યા. વર્ષ 2019માં સંસદીય ચૂંટણીમાં સપા બસપાએ ફરી એક વાર ગઠબંધન કર્યા, પણ ગઠબંધનનો ફાદો બસપાને તો મળ્યો પણ સપાને કંઈ ફાયદો થયો નહીં. ઉલ્ટા માયાવતીએ સપાની વોટ બેન્કમાં તિરાડ પાડવાનો આરોપ લગાવ્યો જેનાથી ચકમક ઝરવા લાગી.

અનુપમ હોટલના કાંશીરામ અને મુલાયમનું કનેક્શન


કાંશીરામ જે સમયે ઈટાવાથી ચૂંટણી લડી રહ્યા હતા. મુલાયમ અનુપમ હોટલમાં ફોન કરીને તેમના હાલચાલ જાણતા રહેતા. સાથે જ હોટલ માલિકને એ પણ દિશા નિર્દેશ આપ્યા હતા કે કાંશીરામ અમારા મહેમાન છે અને તેમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. હોટલના માલિક રહેલા બલદેવ પ્રસાદ વર્મા જણાવે છે કે, ચૂંટણી લડવા દરમિયાન કાંશીરામ તેમની હોટલમાં એક મહિનો રોકાયા હતા. આમ તો હોટલના તમામ 28 રુમ એક મહિના માટે બુક હતા, પણ કાંશીરામ ખુદ રુમ નંબર 6માં રોકાતા હતા, સાત નંબરમાં તેમનો સામાન રાખતા હતા. આ હોટલમાં કાંશીરામે પોતાની ચૂંટણી કાર્યાલય ખોલી હતી.

આ પણ વાંચો: મહિલાઓની માફક પુરુષો માટે પણ રાષ્ટ્રીય પુરુષ આયોગ બનાવવાની માગ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ

અસલી રામ કાંશીરામ, બાકી રામ ખોટાના નારા લાગ્યા


વર્મા જણાવે છે કે, તે સમયે મોબાઈલ ફોનની સુવિધા હતી નહીં અને કાંશીરામને બહુ ફોન કોલ આવતા હતા. એટલા માટે કાંશીરામ માટે તેમના રુમમાં એક ફોનલાઈન નખાવી દીધી. જેનાથી તેઓ પોતાના લોકો સાથે સંપર્કમાં રહી શકે. જો કે આજે આ હોટલ મંદીનો શિકાર થતાં ખતમ થઈ ગઈ છે. હકીકતમાં જોઈએ તો, હોટલના માલિકે તેને વેચી નાખી છે. હવે આ હોટલ ફક્ત યાદોમાં રહી ગઈ છે. નેવુના દાયકામાં ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ મિલે મુલાયમ કાંશીરામ, હવા ઉડ ગઈ જયશ્રી રામ, બાકી રામ જૂઠે રામ, અસલી રામ કાંશીરામના નારા લાગ્યા.



આ નારાએ રાજકીય ધરી પાથરી અને પરિવર્તનની લહેર આવી. આ નારો કાંશીરામના જૂના સાથી રહેલા ખાદિમ અબ્બાસે આપ્યો હતો. ખાદિમ આજે ભલે બસપાની મુખ્યધારામાં ન હોય, પણ તેઓ આજે પણ કાંશીરામથી ખાસ્સા પ્રભાવિત રહ્યા, એટલા માટે બસપામાંથી કાઢી નાખ્યા બાદ આજ સુધીમાં તેઓ એકેય પાર્ટીમાં જોડાયા નથી. મહાભારત કાલીન સભ્યતા સાથે જોડાયેલ ઈટાવા જિલ્લામાંથી મુલાયમ સિંહ યાદવની મદદથી કાઁશીરામે પહેલી વાર સંસદમાં પહોંચ્યા.

જાતિગત આધાર પર ભેદભાવનો સામનો કરવો પડ્યો


કહેવાય છે કે, પુણેમાં આવેલ દારુગોળાની ફેક્ટ્રીમાં ક્લાસ વન અધિકારીના પદ પર તેમની નિમણૂંક થઈ, પણ તેને જાતિગત આધાર પર ભેદભાવનો સામનો કરવો પડ્યો. કહેવાય છે કે, ડૉ.ભીમરાવ આંબેડકરની જયંતિના અવસર પર એક દલિત કર્મચારીએ રજા માગી તો, તેમની સાથે ભેદભાવ થયા બાદ કાંશીરામે દલિતો માટે સંઘર્ષ કરવાનું શરુ કરી દીધું. કાંશીરામ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની માફક ચિંતક અને બુદ્ધિજીવી નહોતા, પણ તેમનાથી ખૂબ પ્રભાવિત હતા. કાંશીરામના અવાજને દબાવવા માટે તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હાત અને તેને લઈને કાંશીરામે તેમને સસ્પેન્ડ કરનારા અધિકારી સાથે મારપીટ કરી હતી.

14 એપ્રિલ 1984માં થઈ બહુજન સમાજ પાર્ટીની સ્થાપના


ત્યાર બાદ કાંશીરામે બામસેફની સ્થાપના કરી, આ ન તો રાજકીય પાર્ટી હતી કે ન તો ધાર્મિક સંગઠન. ત્યાર બાદ તેમણે દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ નામના સામાજિક સંગઠનની સ્થાપના કરી, જેના પર રાજકીય પ્રભાવ પણ રહેતો હતો. ત્યાર બાદ કાંશીરામજીએ દલિતોના ઉત્થાન માટે બાબા સાહેબના જન્મદિવસ પર 14 એપ્રિલ 1984ના રોજ બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી. કાંશીરામે ભારતીય રાજનીતિ અને સમાજમાં એક મોટા પરિવર્તન લાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી. કાંશીરામે આંબેડકરના સંવિધાનને જમીન પર ઉતારવાનું કામ કર્યું.

છત્તીસગઢ ચૂંટણીથી રાજકીય જીવનની શરુઆત


કાંશીરામે પોતાના રાજકીય જીવનની શરુઆત છત્તીસગઢ ચૂંટણીથી કરી, અહીં જાંજગીર ચાંપાથી કાંશીરામે પહેલી વાર ચૂંટણી લડી હતી, તેમની પાર્ટીએ ખૂબ જ ઓછા સમયમાં યૂપીની રાજનીતિ પર અસર પાડી. કાંશીરામે એ વિચારધારાનો પ્રચાર કર્યો કે, હક માટે લડવાનું છે. માગવાથી હક મળતા નથી. બાદમાં કાંશીરામની મુલાકાત માયાવતી સાથે થઈ. તેઓ માયાવતીના માર્ગદર્શક બન્યા. તેમણે માયાવતીને બસપાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે તૈયાર કર્યા. જો કે, 2003થી કાંશીરામે રાજકારણમાં સક્રિયતા ઓછી કરી દીધી. વર્ષ 2006માં કાંશીરામનું નિધન થયું. કાંશીરામ એક જમીની કાર્યકર્તા હતા. તેમણે દલિત ઉત્થાનનું સપનું જોયું હતું.
First published:

Tags: BSP, Mayawati