માત્ર 10 મિનિટના એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર મરાયો, 10 પોઇન્ટમાં સમજો ઘટનાક્રમ

માત્ર 10 મિનિટના એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર મરાયો, 10 પોઇન્ટમાં સમજો ઘટનાક્રમ
8 પોલીસકર્મીઓની ક્રૂરતાથી હત્યા કરનારા ગેંગસ્ટર વિકાસ દુબેના જીવનની છેલ્લી 10 મિનિટ કેવી રહી?

8 પોલીસકર્મીઓની ક્રૂરતાથી હત્યા કરનારા ગેંગસ્ટર વિકાસ દુબેના જીવનની છેલ્લી 10 મિનિટ કેવી રહી?

 • Share this:
  કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માં ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey)ને યૂપી એસટીએફ (UP STF)એ ઠાર માર્યો છે. મૂળે, ઉજ્જૈન (Ujjain)થી ધરપકડ કરવામાં આવેલા વિકાસ દુબેને યૂપી એસટીએફ 3 ગાડીઓ દ્વારા 700 કિલોમીટર દૂર કાનપુર લાવી રહી હતી. અહીં કાનપુર રૂરલમાં અચાનક એસટીએફની એ ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે, જેમાં વિકાસ દુબે સવાર હતો. ત્યારબાદ શરૂ થાય છે એન્કાઉન્ટર (Vikas Dubey Encouter), જે 10 મિનિટ બાદ જ વિકાસ દુબેનું મોત અને 4 સિપાહીઓના ઘાયલ થવાના રૂપમાં સમાપ્ત થાય છે. એસએસપી અને હૉસ્પિટલના ડૉક્ટરોએ વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી દીધી છે. કાનપુરના આઈજી મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.

  કાનપુરના એસએસપી દિનેશ કુમાર પી. એ જણાવ્યું કે, એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દરમિયાન આરોપી વિકાસ દુબેએ કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી ફાયરિંગ કરતાં ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એસટીએફની બીજી ગાડીઓ પહોંચી ગઈ અને પોલીસની જવાબી ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી. બીજી તરફ, અહેવાલ છે કે ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાં એક ઇન્સ્પેક્ટર, એક એએસઆઈ અને બે સિપાહી ઘાયલ છે.  જાણો, ક્યારે શું થયું

  1. યૂપી એસટીએફ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઈને જઈ રહી હતી.
  2. સવારે લગભગ 7:15 વાગ્યે કાનપુરના બર્રા પોલીસ સ્ટેશનની હદમાં એસટીએફની કાર પલટી ગઈ.
  3. જ્યાં સુધીમાં એસટીએફ કાફલામાં સામેલ બાકી બે ગાડીઓ રોકાય, ત્યાં સુધી દુર્ઘટનાગ્રસ્ત કારથી વિકાસ દુબે બહાર આવ્યો અને પિસ્તોલ લઈને ફાયરિંગ કરતો ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો.
  4. એસટીએફના જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો. પોલીસકર્મી તેની પાછળ ભાગ્યા.
  5. બંને તરફથી ફાયરિંગ થવા લાગ્યું.
  6. વિકાસ દુબેને ગોળી વાગી, અનેક પોલીસકર્મી પણ ઘાયલ થયા.
  7. સવારે 7:25 વાગ્યે એન્કાઉન્ટર ખતમ થઈ ગયું.
  8. વિકાસ અને પોલીસકર્મીઓને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.
  9. ડૉક્ટરોએ વિકાસ દુબેને મૃત જાહેર કર્યો.
  10. આઈજી અને એસએસપીએ પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી દીધી.

  આ પણ વાંચો, ઘાયલ સિપાહીની પિસ્તોલ છીનવી ભાગવાનો કર્યો પ્રયાસ કરતાં વિકાસ દુબેનું થયું એન્કાઉન્ટર

  નોંધનીય છે કે, ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાંથી નાટકીય રીતે વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ઉજ્જૈનથી કાનપુર લઈ જતી વખતે હાઈવે પર ગાડી પલટી ખાધા બાદ ભાગવાના પ્રયાસમાં તેનું એન્કાઉન્ટર થઈ ગયું.
  Published by:Mrunal Bhojak
  First published:July 10, 2020, 09:27 am