કાનપુર: કાનપુરમાં રેલવે ટ્રેક નજીક શાકભાજી વેચતા એક શખ્સના બંને પગ ત્યારે કપાઈ ગયા, જ્યારે પોલીસે શાકભાજી વેચતા આ શખ્સને ત્યાંથી હટાવી રહી હતી. કોઈ પોલીસકર્મીએ તેના ત્રાજવા પાટા પર ફેંકી દીધા હતા. તેને લેવા માટે જેવો આ શખ્સ પાટા પર ગયો, તો ટ્રેનની ચપેટમાં આવી ગયો અને તેના બંને પગ કપાઈ ગયા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવમાં આવ્યો છે. લાપરવાહીના કારણે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કલ્યાણપુરના સાહેબ નગર નિવાસી સલીમ અહમદનો દીકરો ઈરફાન ઉર્ફ લડ્ડૂ કલ્યાણપુર ક્રોસિંગ નજીક જીટી રોડની બાજૂમાં શાકભાજીની દુકાન લગાવે છે. શુક્રવારે સાંજે પણ ઈરફાન બેસીને શાકભાજી વેચી રહ્યો હતો. ત્યારે ઈંદિરા નગર ચોકીમાં તૈનાત પોલીસ જવાન શાદાબ ખાન કોન્સ્ટેબલ રાકેશની સાથે ત્યાં આવ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા. ત્યાંથી દુકાનદારોને ખદેડવા લાગ્યા હતા. આ દરમિયાન ભડકેલા કોન્સ્ટેબલે ત્રાજવા ઉઠાવીને રેલવે ટ્રેક પર ફેંકી દીધા હતા. ઈરફાન દોડીને ટ્રેક પર પડેલા પોતાના ત્રાજવા ઉઠાવવા માટે ગયો. આ દરમિયાન મેમૂ ટ્રેન આવી ગઈ અને તેની ચપેટમાં ઈરફાન આવી ગયો. જેમા તેના બંને પગ કપાઈ ગયા.
ઈરફાનને તડપતો જોઈ ઘટના સ્થળ પર હાજર કોન્સ્ટેબલ અને સિપાહી ભાગી ગયા. કંટ્રોલ રૂમની સૂચના પર ત્યાં આવેલી પોલીસે ઈરફાનને ગંભીર હાલતમાં હૈલટ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. જ્યાં તેની હાલત નાજૂક હોવાનું કહેવાય છે. ડીસીપી પશ્ચિમ વિજય ઢુલેએ જણાવ્યું છેક કે, શાકભાજી વેચનારા આ શખ્સની સારવાર થઈ રહી છે. લાપરવાહીના કારણે હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલમાં કલ્યાણપુર એસીપી તપાસ કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર