Crime News : માતા અને પુત્રી બંનેને પ્રેમ કરતો હતો, ત્રણેએ સાથે મળી એક યુવાનની હત્યા કરી દીધી

પ્રતિકાત્મક તસવીર

કેમ માતા-પુત્રી એક જ વ્યક્તિના પ્રેમમાં પડ્યા, કેમ ત્રણે લોકોએ સાથે મળી એક યુવાનને મોતને ઘાટ ઉતાર્યો? હત્યાનું રહસ્ય જાણી પોલીસ પણ માથામાં ખણવા લાગી હતી.

 • Share this:
  કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિને માતા અને પુત્રી બંને સાથે પ્રેમ થઈ ગયો. ત્યારે, આ ગેરકાયદેસર સંબંધની જાસૂસી કરનાર એક યુવકની ત્રણેએ સાથે મળીને હત્યા કરી દીધી છે, પરંતુ ચોવીસ કલાકમાં પોલીસે કેસ ઉકેલી દઈ પ્રેમી સહિત માતા અને પુત્રીની ધરપકડ કરી હતી. હવે ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે, આરોપીઓનું કહેવું છે કે, મૃતક યુવાન જાસુસી કરી તેના અને તેના પ્રેમી વિશે તેના પરિજનોને માહિતી આપતો હતો. જેથી ત્રસ્ત થઈને ત્રણેએ સાથે મળી જાસૂસી કરનાર યુવકની હત્યા કરી હતી.

  મળતી માહિતી મુજબ, આ મામલો કાનપુરના કોહના પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોહના પોલીસ સ્ટેશનમાં રહેતા નવીનની અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી, પરંતુ પોલીસે જ્યારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ત્યારે સત્ય બહાર આવ્યું હતું. આ પછી પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી 24 કલાકમાં આ મામલો ઉકેલી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નવીનની હત્યા ગેરકાયદેસર સંબંધમાં જાસૂસી કરવા માટે કરવામાં આવી હતી. ત્યારે, આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી રણજિત પાલ અને તેની પ્રેમિકા માતા અને પુત્રીની ધરપકડ કરી છે.

  વાયર વડે ગળુ દબાવીને હત્યા કરી હતી

  ડીસીપી વેસ્ટ સંજીવ ત્યાગીએ જણાવ્યું હતું કે, રણજિત પાલે તેના વિસ્તારમાં રહેતા એક ભરત નામના યુવાનની માતા અને તેજ વિસ્તારમાં રહેતી તેની બહેન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. ભરત આ બાબતે ખૂબ જ પરેશાન રહેતો હતો. આવી સ્થિતિમાં તેણે આખા મામલાને યોગ્ય રીતે શોધવા માટે તેણે પોતાના એક પરિચિત મિત્ર નવીનને આ મામલે જાસૂસી કરવાનું કામ આપ્યું હતું. આ પછી નવીને તેની જાસૂસી શરૂ કરી અને ભરતને સંપૂર્ણ માહિતી આપતો, પરંતુ રણજિત પાલ અને તેની બંને ગર્લફ્રેન્ડને આની જાણ થતાં જ બંનેએ ભરતને માર માર્યો હતો.

  આ પછી માતા-પુત્રીએ પોતાના પ્રેમને છૂપાવવા રણજિતની મદદ લઈ જાસૂસ નવીનનો રસ્તો સાફ કરવાનું કહ્યું. ત્રણે મળીને નવીનને મારવાની સંપૂર્ણ યોજના બનાવી હતી. આ માટે પહેલા રણજીતે નવીન સાથે મિત્રતા કરી લીધી, ત્યારબાદ રણજીત નવીનને ટેસ્કોની એક સુમસામ કોલોનીમાં લઈ ગયો હતો, જ્યાં તેણે વીજ વાયર વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
  Published by:kiran mehta
  First published: