Home /News /national-international /

UGC-NETમાં છ વિષયો સાથે પાસ થઈ ઇતિહાસ રચનાર અમિત કુમાર નિરંજન છે કોણ, એક ક્લિકથી જાણો

UGC-NETમાં છ વિષયો સાથે પાસ થઈ ઇતિહાસ રચનાર અમિત કુમાર નિરંજન છે કોણ, એક ક્લિકથી જાણો

અમિત કુમારની ફાઇલ તસવીર

અમિત કુમાર નિરંજન અલગ અલગ વિષયમા UGC-NETમાં કવોલીફાઈ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે 10 વર્ષ સુધી કરેલી મહેનતના પરિણામે તેમને આ સફળતા મળી હતી.

શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. તેના હાથમાં અનેક જવાદારીઓ હોય છે. સમાજનું સર્જન અને પતન શિક્ષકના હાથમાં હોય છે. શિક્ષક બાળકોના અભ્યાસ માટે અલગ અલગ પ્રયોગ કરે છે. જોકે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં માનવીય સંબંધ અને સહાનુભૂતિની જરૂર છે. કાનપુરના અમિત કુમાર નિરંજન નામના શિક્ષકના મત મુજબ પ્રોત્સાહન તરીકે ગુણની જગ્યાએ તર્કનો ઉપયોગ કરતા વિષયોની શિક્ષણ આપવાનો એકમાત્ર સાચો રસ્તો છે.

યુજીસી અને એનઈટીમાં (UGC NET) છ વિષયો સાથે પાસ થવા બદલ અમિત કુમારનું (Amit Kumar) નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં (India Book Of Record) નોંધાયું હતું. તેઓ દરેક વિષયમાં તેમની કુશળતા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરશે અને આમ તેના વિદ્યાર્થીઓમાં ભણતર વધશે તેવું માને છે.

અમિત કુમાર નિરંજન અલગ અલગ વિષયમા UGC-NETમાં કવોલીફાઈ થનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે 10 વર્ષ સુધી કરેલી મહેનતના પરિણામે તેમને આ સફળતા મળી હતી. 2010ના જૂન મહિનામાં તેણે કોમર્સમાં UGC-NET-JRF અને ડિસેમ્બરમાં અર્થશાસ્ત્રમાં UGC-NET પાસ કરી હતી. છતાં પણ તેમની મહત્વાકાંક્ષા ઓછી થઈ નહોતી.

ડિસેમ્બર 2012માં તેમણે મેનેજમેન્ટમાં યુજીસી-નેટ, જ્યારે ડિસેમ્બર 2015માં શિક્ષણ, 2019માં પોલિટિકલ સાયન્સ અને 2020માં સમાજશાસ્ત્રમાં સિદ્ધિ મેળવી હતી. આઈઆઈટી-કાનપુરથી 2015માં અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું.

News18 સાથે વાતચીતમાં તેમણે UGC-NETમાં 6 વિષયની પરીક્ષા માટે કોણે પ્રેરણા આપી તે અંગે જણાવ્યું હતું કે, અત્યારે શિક્ષણ સેવા કરતાં ધંધો બની ગયું છે. વિદ્યાર્થીઓએ મને ખૂબ પ્રેરણા આપી છે. અલગ અલગ વિષય અંગે તેમની જીજ્ઞાસા અને પ્રશ્નો પૂછવાની આદતે મને પ્રેરણા આપી છે.

આ પણ વાંચો :  કરુણ ઘટના! 9 વર્ષની દીકરી કોરોનાની પથારીએ, પિતા અને દાદીની મોત વિશે હજી નથી ખબર

નોંધનીય છે કે, શિક્ષણ ક્ષેત્રે 37 વર્ષના અમિતને 12 વર્ષનો અનુભવ છે. તેઓ ઇકોનોમિક અને કોમર્સ ક્ષેત્રે બાળકોને વર્ષોથી શિક્ષણ આપી રહ્યા છે. અમિતનો હેતુ માત્ર છ વિષયોમાં ઊંડાણથી અન્વેષણ કરવાનો નથી, પરંતુ ભવિષ્યમાં રાષ્ટ્રીય વિકાસ પ્રોજેક્ટ્સ સાથે કામ કરવાની પણ ઇચ્છા છે.

અમિતના શિક્ષક બનવાનો નિર્ણય પાછળ ઘણાં કારણ જવાબદાર છે. સારા માર્ગદર્શનની અછતને કારણે તેઓ વિદ્યાર્થીઓની વ્યથા સમજી ગયા હતા. વિદ્યાર્થીઓને આવા અનુભવોથી બહાર કાઢવા માટે તેઓ ભારતીય શિક્ષણ પ્રણાલીને સુધારવાની તૈયારી ધરાવે છે. કારકિર્દી ચાન્સથી નહીં ચોઇસથી બને તેવું આયોજન ઘડવાની તૈયારીમાં તેઓ છે.

વધુમાં અમિતનું માનવું છે કે, ભારતની મૂળભૂત શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીમાં તર્કશાસ્ત્ર અને ખ્યાલોનો મજબૂત આધાર બનાવવા માટે પૂરતી મજબૂત છે. આઈઆઈટી, આઇઆઇએમ અને એઆઈએમ આ બાબતનો સૌથી મોટો પુરાવો છે. "જ્યારે સીબીએસઇ અને આઇસીએસઈ જેવા હાઉસ એજ્યુકેશન બોર્ડમાં સારી કામગીરી કરે ત્યારે આંતરરાષ્ટ્રીય બોર્ડ (આઇબી)ને વધુ પ્રોત્સાન આપવાની જરૂર નથી."

અભ્યાસમાં અમિતે ઘણા બધા વિષયોને આવરી લીધા છે, તેમાંથી એક તે સૌથી વધુ રસ પોલિટિકલ સાયન્સ છે. “આજે દરેક વ્યક્તિ રાજકીય અભિપ્રાય ધરાવે છે. ઘણા વ્યક્તિઓના મંતવ્યો સોશિયલ મીડિયાની માહિતી પરથી આવે છે. જે મોટે ભાગે યોગ્ય કે સંતુલિત નથી. તેથી, ભારતીય રાજકારણને સમજવા માટે આપણા લોકશાહીના તથ્યો, મૂળભૂત કાયદા, અધિકારો અને નીતિશાસ્ત્રથી વાકેફ હોવું જોઈએ.

આ પણ વાંચો : વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

ન્યૂઝ18 ને અમિતે કહ્યું હતું કે, રાજનીતિમાં ભાગ લેવાની તેની કોઈ યોજના નથી પરંતુ યોગ્ય માહિતીના હોવી ખજાના સમાન છે. ” અમિત હાલમાં મનોવિજ્ઞાન, તત્વજ્ઞાનઅને સાહિત્ય જેવા કેટલાક વધુ વિષયોમાં યુજીસી-નેટ ક્રેક કરવાની અપેક્ષા સેવે છે. શિક્ષક પોતાના પ્રકાશન પર પણ કામ કરી રહ્યા છે. જેના માટે તે સારા લેખકોની શોધમાં છે.
First published:

Tags: Kanpur, Record in UGC NET, Teacher, UGC NET

આગામી સમાચાર