કાનપુરમાં STF કાફલાના અકસ્માત બાદ એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર મરાયો

News18 Gujarati
Updated: July 10, 2020, 8:23 AM IST
કાનપુરમાં STF કાફલાના અકસ્માત બાદ એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર મરાયો
કાનપુરમાં STFના કાફલાની ગાડી પલટી, ભાગવાના પ્રયાસમાં વિકાસને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી

કાનપુરમાં STFના કાફલાની ગાડી પલટી, ભાગવાના પ્રયાસમાં વિકાસને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી

  • Share this:
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઉત્તર પ્રદેશ એસટીએફ (UP STF)ના કાફલાની કાર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ભાગવાનો પ્રયાસ કરી રહેલા વિકાસ દુબેનું એન્કાઉન્ટરમાં મોત થયું છે. મધ્ય પ્રદેશથી ધરપકડ કરવામાં આવેલા મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે (Vikas Dubey) જે ગાડીમાં સવાર હતો તે દુર્ઘટનાગ્રસ્ત થતાં તકનો લાભ લઈ ભાગવનો પ્રયાસ કરતાં જવાબી કાર્યવાહીમાં તે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. પોલીસે પણ અધિકૃત રીતે વિકાસ દુબે ઠાર મરાયો હોવાની પુષ્ટિ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, ગાડી પલટી ખાધા બાદ ઘાયલ એસટીએફના પોલીસકર્મીઓ પિસ્તોલ છીનવી વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સાથે ચાલી રહેલા વાહનમાંથી પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરી.

સૂત્રો મુજબ વિકાસ દુબે ગંભીર રીતે ઘાયલ થયો. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે જ્યાં તેનું મોત થવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સૂત્રો મુજબ, ખરાબ હવામાનના કારણે ગાડી પલટી ગઈ અને ત્યારબાદ આ ઘટના બની. મહિતી મળી છે કે ગાડીમાં વિકાસ વચ્ચે બેઠો હતો અને તેની આજુબાજુમાં કમાન્ડો બેઠા હતા.


આ પણ વાંચો, વિકાસ દુબેએ પોલીસકર્મીઓના શબોને સળગાવવાની કરી હતી તૈયારી, ગામમાં મળ્યા પુરાવા

ગુરુવારે ઉજ્જૈનમાં ધરપકડ થઈ હતી

ઉત્તર પ્રદેશના મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે (Vikas Duvey)ની ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા અહીં પોલીસ સ્ટેશન પહોંચીને એક વ્યક્તિએ પોતાની જાતને યૂપીના મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે હોવાની વાત કહી. મળતી માહિતી મુજબ, મહાકાલ મંદિર પરિસરમાં પહોંચીને આ વ્યક્તિએ બૂમો પાડીને પોતે વિકાસ દુબે હોવાનું કહેતો રહ્યો. તેને તાત્કાલિક મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા ગાર્ડે પકડી લીધો અને પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વિકાસ દુબેને મધ્ય પ્રદેશ પોલીસે ઉત્તર પ્રદેશને સોંપી દીધો હતો. તેને કાનપુર લઈ જઈ વખતે કાફલાની ગાડીને અકસ્માત થયા બાદ ભાગી જવાના પ્રયાસમાં એન્કાઉન્ટર દરમિયાન તે ઠાર મારાયો છે.
Published by: Mrunal Bhojak
First published: July 10, 2020, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading