હું ઇન્દિરા ગાંધીની પૌત્રી છું, ભાજપની અઘોષિત પ્રવક્તા નહીં : પ્રિયંકા ગાંધી વાડ્રા

News18 Gujarati
Updated: June 26, 2020, 12:42 PM IST
હું ઇન્દિરા ગાંધીની પૌત્રી છું, ભાજપની અઘોષિત પ્રવક્તા નહીં : પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ તસવીર)

ઉત્તર પ્રદેશમાં કાનપુરના શેલ્ટર હોમની યુવતીઓ ગર્ભવતી હોવાની સાથે સાથે કોરોનાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યા બાદ પ્રદેશની રાજનીતિએ ગરમી પકડી લીધી છે.

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશ કાનપુર શેલ્ટર હોમ કેસ (Kanpur Shelter Home case) મામલે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) શુક્રવારે કહ્યુ કે, તેણી ઇન્દિરા ગાંધીના પૌત્રી છે, બીજીપીની અઘોષિત પ્રવક્તા નથી. પ્રિયંકાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે, "લોકોના એક સેવક તરીકે મારું કર્તવ્ય આખી ઉત્તર પ્રદેશની જનતા પ્રત્યે રહેલું છે. મારું કર્તવ્ય સત્યને સામે લાવવાનું છે, કોઈ સરકારી કુપ્રચારને આગળ લાવવાનું નહીં. ઉત્તર પ્રદેશ સરકાર પોતાના વિવિધ વિભાગો તરફથી મને કારણ વગરની ધમકીઓ આપીને તેમનો સમય બરબાદ કરી રહી છે."

પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યું કે, જે પણ કાર્યવાહી કરવા માંગો છો તે ચોક્કસ કરો. હું સત્ય તમારી સમક્ષ મૂકતી રહીશ. હું ઇન્દિરા ગાંધીની પૌત્રી છું, અમુક વિપક્ષના નેતાઓની જેમ ભાજપાની અઘોષિત પ્રવક્તા નથી.

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતના આ બે નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત બાલિકા સંવાસિની ગૃહમાં એક પછી એક સાત જેટલી યુવતીએ ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું છે. જેમાંથી અનેક કોરોના સંક્રમિત હોવાનો મામલો પણ પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો :  ખેરગામની દીકરીએ 19 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપીને સંસ્કારો ઝળકાવ્યા

શેલ્ટર હોમની બાળકીઓ ગર્ભવતી અને કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું માલુમ પડ્યા બાદ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (National Human Rights Commission) ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. આ મામલે રાજ્યની મહિલા આયોગ તરફથી પણ કાનપુર કલેક્ટરને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે.
આગ્રા જિલ્લાના તંત્ર તરફથી પ્રિયંકા ગાંધીને જિલ્લામાં કોરોનાથી વધારે મોત થઈ રહ્યા હોવાના પોતાના દાવાને પરત લેવાની સૂચના આપ્યાના બીજા દિવસે પ્રિયંકા ગાંધી તરફથી આવી ટીપ્પણી સામે આવી છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર કોરોના મહામારી સામે લડવાને બદલે જૂઠ્ઠાણા ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ અઠવાડિયે પ્રિયંકા ગાંધીએ આગ્રા જિલ્લામાં કોવિડ 19ને કારણે વધારે મોત થઈ રહ્યા હોવા મામલે સરકાર પર સતત આક્ષેપ લગાવ્યા હતા.
First published: June 26, 2020, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading